Home /News /national-international /

ચેન્નઈના આ શખ્સના શરીરમાં છે 5 કિડની, કરાવી 3 ટ્રાન્સપ્લાન્ટ સર્જરી, ડૉક્ટરો માટે શું હતો મોટો પડકાર?

ચેન્નઈના આ શખ્સના શરીરમાં છે 5 કિડની, કરાવી 3 ટ્રાન્સપ્લાન્ટ સર્જરી, ડૉક્ટરો માટે શું હતો મોટો પડકાર?

ચેન્નઇના 41 વર્ષીય દર્દીને હાઇપરટેન્શન અને ક્રોનિક કિડની ડીસઓર્ડર છે. (પ્રતીકાત્મક તસવીર- Shutterstock)

Chennai Man with 5 Kidneys: બંને કિડની ફેલ થયા બાદ ત્રણ વાર રેનલ ટ્રાન્સપ્લાન્ટ સર્જરી, ડૉક્ટરોએ મેળવી અનોખી સિદ્ધિ

  ચેન્નઈ. મનુષ્યના શરીરમાં કુદરતી રીતે બે કિડની હોય છે, પરંતુ હાલમાં જ એક શખ્સ જ્યારે કિડની ટ્રાન્સપ્લાન્ટ (Kidney Transplant) બાદ હોસ્પિટલથી બહાર આવ્યો તો તેના શરીરમાં બે નહીં પરંતુ પાંચ કિડની (Chennai Man with five kidneys) હતી. આ તેની ત્રીજી રેનલ ટ્રાન્સપ્લાન્ટ સર્જરી (Renal Transplantation Surgery) હતી. ડૉક્ટરોને આશા છે કે આ ત્રીજું ટ્રાન્સપ્લાન્ટ સફળ રહેશે, અને જો તે સફળ રહ્યું તો આવા દર્દીઓનો વિકલ્પ ખુલી જશે જેના પહેલા બે ટ્રાન્સપ્લાન્ટ ઓપરેશન સફળ નથી રહ્યા.

  આ દર્દી વિશે જણાવતા ડૉક્ટરોએ કહ્યું કે, જ્યારે દર્દી વર્ષ 1994માં માત્ર 14 વર્ષના હતા ત્યારે તેમની બંને કિડની ફેલ થઈ ગઈ હતી. તેથી તેમનું પહેલું ટ્રાન્સપ્લાન્ટ થયું જે માત્ર 9 વર્ષ ચાલ્યું. બીજું ટ્રાન્સપ્લાન્ટ વર્ષ 2005માં કરવામાં આવ્યું, જે પણ બીજા 12 વર્ષ સુધી જ ચાલી શક્યું. પરંતુ ત્યારપછીના ચાર વર્ષ દર્દીને દર સપ્તાહે ત્રણ વાર ડાયાલિસિસ કરાવવું પડતું હતું.

  ત્રીજું કિડની ટ્રાન્સપ્લાન્ટ- મોટો પડકાર હતો

  ટ્રાન્સપ્લાન્ટ સર્જન ડૉ. એસ. સર્વનને જણાવ્યું કે, અનિયંત્રિત હાઇપર ટેન્શનના કારણે તેમનું પહેલું અને બીજું ટ્રાન્સપ્લાન્ટ ફેલ થઈ ગયું હતું. ત્યારબાદ આ વર્ષે માર્ચ મહિનામાં હાર્ટમાં બ્લોકેજને દૂર કરાવવા માટે ટ્રિપલ બાયપાસ સર્જરી કરવી પડી. તેનાથી સ્થિતિ વધુ ગંભીર થઈ ગઈ. ડૉક્ટરની પાસે માત્ર એક જ વિકલ્પ બચ્યો હતો અને તે કિડની ટ્રાન્સપ્લાન્ટનો. પરંતુ તે બિલકુલ સરળ નહોતું. પહેલી વાત કે દર્દીના શરીરમાં તેની પોતાની બે કિડની હતી જે પહેલાથી ખરાબ હતી. આ ઉપરાંત બે ડોનર કિડની હતી. હવે પાંચમી કિડની માટે ડૉક્ટરોને તેમના શરીરમાં જગ્યા ઊભી કરવાની હતી.

  ડૉ. એસ. સર્વનનના જણાવ્યા મુજબ, નવી કિડનીને રૂધિરની ધમનીઓની સાથે જોડવી મોટો પડકાર હતો. ચાર નિષ્ફળ કિડની બાદ ધમનીઓ અને શિરાઓમાં એટલી જગ્યા નથી બચતી કે વધુ એક કિડની તેમાં જોડી શકાય. હકીકતમાં ટ્રાન્સપ્લાન્ટ કરનારા સર્જન શરીરથી બેકાર થઈ ચૂકેલી કિડનીઓ બહાર કાઢવાના પક્ષમાં નહોતા. એક તો તેના કારણે ખૂબ લોહી વહી જવાની આશંકા હતી જેના કારણે દર્દીને લોહી ચઢાવવું પડે. પછી શરીરમાં વિશાળ માત્રામાં એન્ટીબોડી બને છે જે નવી કિડનીને સ્વીકારતું નથી.

  આ પણ વાંચો, Healthy Food: કાકડીનું એક ગ્લાસ પાણી પેટની ચરબી કરશે દૂર, આવી રીતે કરો ઉપયોગ

  ત્રીજા કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે ડૉક્ટરોએ અપનાવી નવી પદ્ધતિ

  10 જુલાઈના રોજ થયેલા ઓપરેશનમાં ડૉક્ટરોએ આ નવી કિડનીને તેમના આંતરડાની પાસે રાખી અને તેમના હૃદયથી નીકળનારી ધમનીઓ અને શિરાઓ સાથે જોડી. આ ખરા અર્થમાં એક દુર્લભ ઓપરેશન હતું. ઓપરેશન બાદ ડૉક્ટરોનું કહેવું છે કે, હજુ થોડાક મહિનાઓ સુધી દર્દી પર સતત નજર રાખવામાં આવશે અને સુનિશ્ચિત કરવામાં આવશે કે તેમની ઇમ્યૂન સિસ્ટમ શરીરમાં નવી કિડનીગી ન લડવા માટે અને સાથોસાથ તેમના બ્લડપ્રેશરને ફરીથી વધારી ન દે.
  Published by:Mrunal Bhojak
  First published:

  Tags: Kidney, Operation, ચેન્નાઇ, ડોક્ટર

  આગામી સમાચાર