હિસારમાં 40 મુસ્લિમ પરિવારોએ અપનાવ્યો હિન્દુ ધર્મ, વૃદ્ધ મહિલાના કર્યા અંતિમ સંસ્કાર

હિસારમાં 40 મુસ્લિમ પરિવારોએ અપનાવ્યો હિન્દુ ધર્મ, વૃદ્ધ મહિલાના કર્યા અંતિમ સંસ્કાર
એક પરિવારે 300 વર્ષ જૂની પરંપરા તોડતાં 80 વર્ષની વૃદ્ધ મહિલાના અંતિમ સંસ્કાર હિન્દુ વિધિથી કર્યા

એક પરિવારે 300 વર્ષ જૂની પરંપરા તોડતાં 80 વર્ષની વૃદ્ધ મહિલાના અંતિમ સંસ્કાર હિન્દુ વિધિથી કર્યા

 • Share this:
  હિસારઃ હરિયાણાના હિસાર જિલ્લાના બિઠમડા ગામના 40 મુસ્લિમ પરિવારોના લગભગ 250 સભ્યોએ શુક્રવારે હિન્દુ ધર્મ અપનાવ્યો. આ ઉપરાંત તેમાંથી એક પરિવારે 300 વર્ષ જૂની પરંપરા તોડતાં 80 વર્ષની વૃદ્ધ મહિલાના અંતિમ સંસ્કાર હિન્દુ વિધિથી કર્યા. આ પહેલા જિંદના કલાં ગામમાં 6 મુસ્લિમ પરિવારના લગભગ 35 સભ્યોએ 18 એપ્રિલના રોજ હિન્દુ ધર્મ અપનાવ્યો હતો. ગામ લોકોના જણાવ્યા મુજબ, બિઠમડાનો આ પરિવાર આઝાદીથી પહેાલ દાનોદા કલાં ગામમાં રહેતો હતો.

  ઔરંગઝેબના સમયમાં દબાણમાં અપનાવ્યો હતો મુસ્લિમ ધર્મ  હાલમાં જ મુસ્લિમથી હિન્દુ ધર્મ અપનાવનારા સતબીરે જણાવ્યું કે, તેમની માતા ફૂલી દેવીનું શુક્રવારથી મોત થયું હતું અને ગામના મુસ્લિમ પરિવારોએ નિર્ણય લીધો કે તેઓ હિન્દુ તરીકે પોતાનું જીવન જીવી રહ્યા છે તેથી તેમને જાતને હિન્દુ જાહેર કરવા જોઈએ અને તેમના અંતિમ સંસ્કાર સ્મશાનમાં કરવાનો નિર્ણય લીધો અને તેમના ક્રિયા-કર્મ પણ હિન્દુ અનુષ્ઠાન મુજબ કર્યા. આ પહેલા તેઓ મુસ્લિમ રીતિ-રિવાજો અનુસાર મૃતકોના અંતિમ સંસ્કાર કરવા આવતા હતા. સતબીરે દાવો કર્યો કે તેઓ ડૂમ જાતિમાંથી આવતા હતા અને તેણે પોતાના પૂવર્જોને મુઘલ શાસક ઔરંગઝેબના સમયે દબાણમાં મુસ્લિમ ધર્મ અપનાવવા વિશે સાંભળ્યું હતું. તેમનું આખું ગામ હિન્દુ તહેવારો ઉજવે છે પરંતુ મૃતકોના અંતિમ સંસ્કાર મુસ્લિમ ધર્મ અનુસાર કરવામાં આવતા હતા. પરંતુ ક્યારે રોજા નથી રાખ્યા કે મસ્જિદમાં કલામ નથી પઢી. જોકે લોકોમાં એવો ભ્રમ પણ હતો કે અમે મુસ્લિમ છીએ.

  આ પણ વાંચો, ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં હિન્દુ રીત-રિવાજો મુજબ કરાવ્યો શાંતિ પાઠ

  હિન્દુઓ જેવી છે જીવનશૈલી

  સતબીરને પૂછવામાં આવ્યું કે તેમની પર ધર્મપરિવર્તન કરવાનું દબાણ છે તો તેણે ઇન્કાર કરતાં જણાવ્યું કે, કોઈ ગામ લોકોએ કોઈની સાથે ખરાબ વર્તન નથી કર્યું. આ મામલે જ્યારે ગામના સરપંચ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો તો તેમણે ફોન સ્વિચ ઓફ આવી રહ્યો છે. જોકે ગામના એક યુવક માજિદે જણાવ્યું કે પહેલા તેના સમાજના લોકો શિક્ષિત નહોતા, તેઓ જૂની બાબતો નહોતા જાણતા. તેઓએ કહ્યું કે હવે ઘણા લોકો શિક્ષિત છે અને તેઓએ બધાને આવું કરવા (ધર્મ બદલવા) માટે મનાવ્યા. માજિદે જણાવ્યું કે, અમે પોતાના સ્વજનોને મૃત્યુ બાદ દફન કરીએ છીએ, જે અમે ગામ લોકોથી અલગ કરતા હતા. તેથી બાળકોના ભવિષ્યને જોતાં અમે ધર્મ બદલવાનો નિર્ણય લીધો.

  અનુસૂચિત જાતિ વર્ગનો લાભ નહોતો મળતો

  મુસ્લિમ કલ્યાણ સંગઠનના રાજ્ય અધ્યક્ષ હરફૂલ ખાન ભટ્ટીએ કહ્યું કે, તેઓ દનૌહા કલાં ગામની ઘટના વિશે જાણે છે, પરંતુ બિઠમડા ગામ વિશે જાણકારી નથી. તેઓએ કહ્યું કે, દાનોદા કલાં ગામમાં ધર્મ પરિવર્તન અનુસૂચિત જાતિ વર્ગના લાભ માટે થયું કારણ કે તેઓ ડૂમ જાતિથી છે. તેઓએ જણાવ્યું કે ડૂમ જાતિને એસસી શ્રેણીમાં રાખવામાં આવ્યા છે, પરંતુ 1951ની અધિસૂચના મુજબ, ડૂમ જાતિના મુસ્લિમ અને ખ્રિસ્તી નાગરિક આરક્ષણનો લાભ નથી ઉઠાવી શકતા.

  આ પણ વાંચો, 6 દિવસમાં બદલાઈ કોરોનાની તસવીર, 40 હજારથી 60 હજાર થયા દર્દી

   
  Published by:News18 Gujarati
  First published:May 10, 2020, 11:10 am

  ટૉપ ન્યૂઝ