ઉત્તર પ્રદેશના ઉન્નાવ જિલ્લામાં એક ચોંકાવનાર મામલો સામે આવ્યો છે. જિલ્લાના બાંગરમઉ વિસ્તારમાં ઓછામાં ઓછા 40 લોકો એચઆઈવી પોઝિટિવ હોવાના સમાચાર સામે આવ્યા છે. આ સંખ્યામાં વધારો થવાની પૂરી શક્યતા છે.
સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે, ગયા વર્ષે નવેમ્બરમાં અહીં એક કેમ્પ રાખવામાં આવ્યો હતો. અહીં સારવાર માટે આવનાર તમામ લોકોને એક જ સોઇથી ઇન્જેક્શન આપવામાં આવ્યા હતા. એવું કહેવામાં આવે છે કે આના કારણે જ આટલી મોટી સંખ્યામાં લોકો એઇડ્સનો શિકાર બની ગયા હતા.
બાંગરમઉના કોર્પોરેટર સુનીલે જણાવ્યું કે, અત્યાર સુધી આવા 40 કેસ સામે આવ્યા છે. જો, યોગ્ય રીતે તપાસ કરવામાં આવે તો આ આંકડો 500થી ઉપર જઈ શકે છે.
મેડિકલ સુપ્રીન્ટેન્ડેન્ટ પ્રમોદ કુમારે જણાવ્યું કે, અમે એક હેલ્થ કેમ્પ લગાવ્યો હતો, જેમાં એઇડ્સના કેસ સામે આવ્યા છે. અમને આદેશ મળ્યા છે, અમે કાર્યવાહી કરવાની તૈયારી કરી રહ્યા છીએ.
આ આખા કેસ અંગે રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી સિદ્ધાર્થનાથ સિંહે જણાવ્યું હતું કે, આની તપાસ કરવામાં આવી રહી છે. જે લોકો લાયસન્સ વગર પ્રેક્ટિસ કરી રહ્યા છે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.
સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે, જ્યાં આ કેમ્પ લગાવવામાં આવ્યો હતો એ જગ્યા પર આવા પ્રકારના લોકો આવવાની સંભાવના વધારે છે. આ માટે અમે અહીં સારવાર માટે આવતા ટ્રક ડ્રાઇવર્સની પણ તપાસ કરી રહ્યા છીએ.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર