Home /News /national-international /

બ્રાઝીલમાં ડેમ ધસી પડતા તબાહી, ઓછામાં ઓછા 40નાં મોત, 300 લોકો ગુમ

બ્રાઝીલમાં ડેમ ધસી પડતા તબાહી, ઓછામાં ઓછા 40નાં મોત, 300 લોકો ગુમ

બ્રાઝીલમાં એક ખાણની પાસે સ્થિત ડેમ ધસી પડતાં કાંપનું આવ્યું પૂર (AP ફોટો)

ડેમ ધસી પડતાં સમગ્ર વિસ્તારમાં કાંપનું પૂર આવી ગયું અને બ્રમાડિનો શહેરની આસપાસના ખેતરો તેની ઝપટમાં આવી ગયા

    દક્ષિણ પૂર્વ બ્રાઝીલમાં એક ખાણની પાસે સ્થિત ડેમ ધસી પડવાના કારણે થયેલી તબાહીમાં ઓછામાં ઓછા 40 લોકોનાં મતો થયા છે અને લગભગ 300 લોકો ગુમ છે. તેમાંથી અનેક લોકો માર્યા ગયા હોવાની આશંકા છે.

    બ્રાઝીલના મિનાસ ગેરેસ રાજ્યમાં બેલો હોરિજોંટો શહેરની પાસે વેલ ખાણમાં શુક્રવારે આ દુર્ઘટના બની. ડેમ ધસી પડતાં સમગ્ર વિસ્તારમાં કાંપથી ભરેલું પૂર આવી ગયું અને બ્રમાડિનો શહેરની આસપાસના ખેતરો તેની ઝપટમાં આવી ગયા. શનિવારે અનેક હેલિકોપ્ટરોને બચાવ કાર્યમાં લગાવવામાં આવ્યા, કારણ કે ડેમ ધસી પડ્યા બાદ કાંપ અને કિચડ ઈમારતોમાં ભરાઈ ગયો છે.

    રાજ્યના ફાયરબ્રિગેડ સેવાના અધિકારી કર્નલ એડગાર્ડ એસ્ટાવાઓએ પત્રકારોને કહ્યું કે, અમને હજુ પણ લોકો જીવીત બચવાની આશા છે. અત્યાર સુધી મળેલા આંકડાઓ મુજબ 296 લોકો ગુમ છે. મળતી માહિતી મુજબ આ તમામ ખાણ કર્મચારી છે.

    આ પણ વાંચો, વિશ્વનો સૌથી મોટો તેલ ભંડાર હોવા છતાં વેનેઝૂએલા દેશ કેમ થઇ ગયો કંગાળ?

    અત્યાર સુધી 40 લોકોનાં મોત થવાના અહેવાલ છે અને 176 લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે, જેમાંથી 23ને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

    બ્રાઝીલના રાષ્ટ્રપતિ જૈર બોલસોનારોએ ઘટનાસ્થળની મુલાકાત લીધી. તેઓએ ટ્વિટ કરીને કહ્યું કે, આવા દ્રશ્યો જોઈને ભાવુક થયા વગર ન રહી શકતો.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Brazil, Flood, Tragedy, ડેમ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन