બોરિવલી-કાંદિવલી લોકલ ટ્રેન અકસ્માત, 4 ભાઇઓના મોત

માયાનગરી મુંબઇમાં કામ કરવા માટે આવેલાં ચારેય ભાઇઓ તેમનાં ગામ કણકવલી ગામથી મુંબઇ પરત ફર્યા હતાં તે સમયે ચારેયનું બેદરકારીને પગલે મોત થઇ ગયુ હતું

માયાનગરી મુંબઇમાં કામ કરવા માટે આવેલાં ચારેય ભાઇઓ તેમનાં ગામ કણકવલી ગામથી મુંબઇ પરત ફર્યા હતાં તે સમયે ચારેયનું બેદરકારીને પગલે મોત થઇ ગયુ હતું

 • Share this:
  મુંબઇ: માયાનગરી મુંબઇમાં કામ કરવા માટે આવેલાં ચારેય ભાઇઓ તેમનાં ગામ કણકવલી ગામથી મુંબઇ પરત ફર્યા હતાં તે સમયે ચારેયનું બેદરકારીને પગલે મોત થઇ ગયુ હતું. ચારેય  ભાઇઓ હજુ તેમની જવાનીકાળમાં હતાં. 17થી 23 વર્ષની ઉંમરનાં ચારેય ભઆઇઓનું ઘટના સ્થળે જ નિધન થઇ ગયુ હતું. ચારેય ભાઇઓની ઓળખ થઇ ગઇ છે તેમનાં નામ સાગર સંપત ચૌહાણ (23), સાઇપ્રસાદ મનોહર ચૌહાણ (17), મનોજ દિપક ચૌહાણ (17) અને દત્તપ્રસાદ મનોહર ચૌહાણ (20) છે.

  કેવી રીતે બની સમગ્ર ઘટના
  કાંદિવલીનાં પોયસરમાં રેહનારા સાગર ચૌહાણ કણકવલીમાં રહેનારા તેનાં ત્રણ સંબંધીઓને લઇને મુંબઇ આવી રહ્યો હતો. તે સમયે દાદરથી બોરિવલ્લીની ટ્રેન પકડીને આ ચારેય ભાઇ સોમવારે સવારે સાડાપાંચ વાગ્યાની આસપાસ કાંદિવલી પહોચ્યાં હતાં. પોઇસર સિગ્નલ પર થોડા સમય સુધી ગાડી ઉભી રહ્યા બાદ આ ચારેય લોકોએ ઉતાવળમાં કુદકો માર્યો હતો. આજ સમયે ચર્ચગેટ તરફ જનારી ગાડીથી તેમનો અકસ્માત થઇ ગયો હતો અને ચારેયનું ઘટના સ્થળે જ મોત નીપજ્યુ હતું.

  પરિવારને કરવામાં આવી અકસ્માતની જાણકારી
  સવારે 5.38 વાગ્યે રેલવે ટ્રેક પર ચારેય ભાઇઓનાં મૃત શરીરની જાણકારી બોરીવલી રેલવે સ્ટેશનનાં મેનેજરને થઇ હતી. જે બાદ કાંદિવલીનાં શતાબ્દી હોસ્પિટલમાં ચારેય શબનું પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતાં. હાલમાં ચારેયનાં મોતની જાણકારી તેમનાં પરિવારને આપવામાં આવી છે.
  Published by:Margi Pandya
  First published: