શોપિયાં. જમ્મુ-કાશ્મીર (Jammu-Kashmir)ના શોપિયાં (Shopian)માં સુરક્ષા દળો (Security Forces)એ આતંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. આ મામલાનો એક વીડિયો વાયરલ (Viral Video) થયો છે જેમાં હાલમાં આતંકવાદી જૂથમાં જોડાયેલા યુવકનો 4 વર્ષનો દીકરો પિતાને ઘરની બહાર આવીને સરેન્ડર કરવાની લાગણી ભરેલી અપીલ કરી રહ્યો છે. બાળકની સાથે તેની માતા પણ છે. તે પણ પતિને આત્મસમર્પણ કરવા માટે સતત કહી રહી છે. જોકે, પત્ની અને દીકરાના તમામ પ્રયાસો બાદ પણ અન્ય આતંકવાદી તેને બહાર નથી જવા દેતા.
25 વર્ષીય આકિબ અહમદ મલિક લગભગ 3 મહિના પહેલા આતંકવાદનો હિસ્સો બન્યો હતો. શોપિયાંમાં થયેલી કાર્યવાહી દરમિયાન સુરક્ષા દળોએ આતંકવાદીઓને સરેન્ડર કરવા માટે પ્રોત્સાહિત કર્યા. મલિક જે ઘરમાં બીજા આતંકવાદીઓ સાથે છુપાયેલો હતો ત્યાં સુરક્ષા દળો તેના દીકરા અને પત્નીને લઈને પહોંચ્યા. બંને ઘરની બહાર આકિબને ઘરની બહાર આવવા અપીલ કરી રહ્યા હતા. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે દીકરો પિતાને કહી રહ્યો છે કે, ‘બહાર આવી જાઓ, તેઓ આપને નુકસાન નહીં પહોંચાડે. બહાર આવી જાઓ, હું આપને યાદ કરી રહ્યો છું.’
વીડિયોમાં મલિકની પત્ની પણ પોતાના પતિને સતત અપીલ કરી રહી છે. તે કહેતી જોવા મળી કે, પ્લીઝ બહાર આવી જાઓ અને સરેન્ડર કરી દો. જો તમે બહાર નહીં આવવા માંગતા તો મને ગોળી મારી દો. મારી સાથે આપણા બંને બાળકો આવ્યા છે. બહાર આવો અને સરેન્ડર કરી દો. જોકે, આ અપીલોની કોઈ અસર ન થઈ અને એન્કાઉન્ટરમાં મલિક અન્ય ત્રણ આતંકવાદીઓ સાથે ઠાર મરાયો.
સુરક્ષા દળોએ જાણકારી આપી છે કે મલિક બહાર આવીને સરેન્ડર કરવા માંગતો હતો, પરંતુ બીજા આતંકવાદીઓએ તેને આવું કરતા રોક્યો. વરિષ્ઠ અધિકારી મેજર જનરલ રશિમ બાલીએ જણાવ્યું કે, પહેલા તેની પત્નીએ સરેન્ડર કરવાની અપીલ કરી. ત્યારબાદ અમે તેના બાળકોને એવી આશાએ લઈને આવ્યા કે તેમની અપીલ તેને બહાર આવીને સરેન્ડર કરવા મજબૂર કરશે. તેઓએ જાણકારી આપી કે અમને જાણકારી મળી કે આકિબ બહાર આવવા માંગતો હતો, પરંતુ તેના સાથીઓએ તેને રોકી દીધો. જો તે બહાર આવી ગયો હોત તો અમે તેને બચાવી શકતા હતા.
સ્થાનિક લોકોનું કહેવું છે કે 20 ડિસેમ્બરે ગુમ થયા અને આતંકવાદી જૂથ સાથે સામેલ થતા પહેલા મલિક એક બેંક કર્મચારી હતો. ભારતીય સેનાએ જણાવ્યું કે એન્કાઉન્ટર સ્થળથી એક એકે રાઇફલ અને ત્રણ પિસ્તોલ મળી છે. આ કાર્યવાહીમાં બે ઘર નષ્ટ થયા છે. ગત સપ્તાહે પણ શોપિયાંમાં એન્કાઉન્ટર દરમિયાન 7 ઘર નષ્ટ થઈ ગયા હતા. તેમાં બે આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર