28 વર્ષીય પરિણીતાએ આપઘાત માટે ઝેર ભેળવીને રાખેલો આઇસક્રીમ બે સંતાનો અને બહેન આરોગી ગયા, બે મોત

ઝેર મિશ્રિત આઇસક્રીમ ખાવાથી બે મોત.

કેરળનો હચમચાવી દેતો બનાવ: 28 વર્ષીય પરિણીતાએ આપઘાતના ઉદેશ્ય સાથે ઝેર ભેળવીને રાખેલો આઇસક્રીમ તેના બે સંતાનો અને નાની બહેન આરોગી ગયા.

 • Share this:
  કેરળ: કેરળમાં એક હચમચાવી દેતો બનાવ સામે આવ્યો છે. જેમાં 19 વર્ષીય યુવતી અને એક પાંચ વર્ષના બાળકનું ભૂલથી ઝેર મિશ્રિત આઇસક્રીમ (Poison-laced ice cream) ખાવાથી મોત થયું છે. આ બનાવ 11મી ફેબ્રુઆરીનો છે. કેરળના કાસરગોડ જિલ્લામાં આ બનાવ બન્યો છે. જેમાં ચાર વર્ષના અદ્વેતનું ગત શુક્રવારે હૉસ્પિટલ (Hospital)માં સારવાર દરમિયાન નિધન થયું હતું. જે બાદમાં હવે 19 વર્ષીય દ્રીશ્યાનું પણ નિધન થયું છે. પોલીસનું કહેવું છે કે, 28 વર્ષીય વર્ષાએ આપઘાત (Suicide) કરવા માટે આઇસક્રીમમાં ઝેર ભેળ્યું હતું. આ આઇસક્રીમ તેનો ચાર પુત્ર અદ્વેત અને 19 વર્ષીય બહેન દ્રીશ્યા ભૂલથી આરોગી લીધો હતો. જે બાદમાં બંનેની તબીયત લથડી હતી.

  જે બાદમાં વર્ષાને કોઝીકોડે અને દ્રીશ્યાને પરિયારમ ખાતે સરકારી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યું હતું કે, વર્ષાએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે, 11મી ફેબ્રુઆરીના રોજ તેણીએ આપઘાત કરવા માટે આઇસક્રીમમાં ઝેર ભેળવ્યું હતું. વર્ષાના નિવેદન પ્રમાણે આઇસક્રીમમં ઝેર ભેળવ્યા બાદ સારું લાગી રહ્યું ન હોવાથી તેણી ઊંઘી ગઈ હતી. વર્ષા જ્યારે ઊંઘમાંથી જાગી ત્યારે તેણીએ જોયું ત્યારે ટેબલ પર રાખેલા આઇસક્રીમના બે ડબ્બા ગુમ હતા. આ આઇસક્રીમ તેના બે બાળક ચાર વર્ષીય અદ્વેત અને બે વર્ષીય નિશાન તેમજ તેની બહેન દ્રીશ્યા આરોગી ગયા હતા. જોકે, કોઈને કોઈ લક્ષણનો ન જણાતા વર્ષાએ આઇસક્રીમમાં ઝેર હોવા બાબતે કોઈને જણાવ્યું ન હતું.

  આ પણ વાંચો: અમદાવાદ: 'તમે લોકો ક્યારથી સિંહ લખાવતા થઈ ગયા? કાઢી નાખજે નહીં તો છરી મારી દઈશું'

  ચાર વર્ષીય અદ્વેતે ટેબલ પર આઇસક્રીમના ડબ્બા પડેલો જોઈને તેને તેની બે વર્ષની બહેન અને 19 વર્ષીય માસીને ખાવા માટે આપ્યો હતો. પોતે પણ ડબ્બામાંથી આઇસક્રીમ ખાધો હતો.

  આ પણ વાંચો: બનાસકાંઠા: 'અમે સાથે જીવી ન શક્યા પરંતુ અમારા અગ્નિસંસ્કાર એકસાથે કરજો,' કેનાલમાં જંપલાવી પ્રેમી યુગલનો આપઘાત

  બીજા દિવસે અદ્વેતને ઉલટીઓ શરૂ થઈ ગઈ હતી. તેને સારવાર માટે હૉસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. અદ્વેત બાદ વર્ષાની નાની બહેન દ્રીશ્યાને પણ ઉલટી થવા લાગી હતી. જે બાદમાં તેણીને પણ સારવાર માટે ખસેડવામાં આવી હતી. સારવાર દરમિયાન હવે તેનું પણ મોત થયું છે. વર્ષા તેની બે બહેન, માતા અને બે બાળકો સાથે રહેતી હતી.
  Published by:Vinod Zankhaliya
  First published: