પુલવામામાં સેનાનું મોટું ઑપરેશન, ચાર આતંકવાદી ઠાર

પુલવામા એન્કાઉન્ટરમાં સેના અને જમ્મુ કાશ્મીર પોલીસે સંયુક્ત કાર્યવાહી કરી ચાર આતંકવાદીને ઠાર કર્યા હતા

પુલવામાના પંજપેમાં થયેલી અથડામણમાં સેનાની 44 RR અને જમ્મુ કાશ્મીર SOGએ સંયુક્ત કાર્યવાહી કરી

 • Share this:
  ન્યૂઝ 18 ગુજરાતી : દેશના 44 વીર જવાનો જે પુલવામા ખાતે ફિદાયીન હુમલામાં શહીદ થયા હતા તે પુલવામામાં આતંકવાદીઓ સામે સેનાએ કાર્યવાહી કરી છે. પુલવામાના પંજપેમાં થયેલી અથડામણમાં સેનાની 44 RR અને જમ્મુ કાશ્મીર SOGએ કરેલી સંયુક્ત કાર્યવાહીમાં ચાર આતંકવાદી ઠાર મરાયા છે. આ ચાર વ્યક્તિમાં જમ્મુ કાશ્મીર પોલીસના બે SPO પણ સામેલ છે જે પોલીસની રાઇફલ લઈને ભાગ્યા હતા.

  ઠાર મરાયેલા SPOની ઓળખ શબીર અહેમદ, સલમાન અહેમદ તરીકે થઈ છે અને બંને પુલવામાના રહીશ હોવાની ચર્ચા છે. મરાયેલા આતંકવાદીઓ જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા હતા. સુરક્ષ દળોએ શુક્રવારે સવારે એક બાતમીના આધારે સર્ચ ઑપરેશન હાથ ધર્યુ હતું.

  સેના પોલીસની સંયુક્ત કાર્યવાહી
  પુલવામાના પંજરેમાં સેના અને પોલીસે સંયુક્ત કાર્યવાહી કરી હતી. પ્રાપ્ત જાણકારી મુજબ આ વિસ્તારમાં હાલમાં ઇન્ટરનેટની સેવા સ્થગીત કરી દેવામાં આવી છે. સુરક્ષાકર્મીઓએ તમામ વિસ્તારને ઘેરી અને સર્ચ ઑપરેશન કર્યુ હતું. પુલવામા એટેક બાદ ખીણમાં સેનાનું ઑપરેશન ઑલઆઉટ કાર્યરત છે. અત્યારસુધીમાં સુરક્ષા દળોએ 100 આતંકવાદીઓનો ખાત્મો બોલાવી દીધો છે. ગત વર્ષે સેનાએ 250 આતંકવાદીઓને ઠાર માર્યા હતા.

  હિટ લિસ્ટ તૈયાર
  સેનાએ ટૉપ-10 આતંકવાદીઓનું હિટ લિસ્ટ તૈયાર કર્યુ છે. સુરક્ષાદળો દ્વારા તેમને શોધીને ઠાર મારવાની કામગીરી કરવામાં આવશે. પ્રાપ્ત અહેવાલો મુજબ આ લિસ્ટમાં રિયાઝ નાઇક, ઓસામા, અશરફ, મૌલવી જેવા નામ ધરાવતા આતંકવાદીઓનો સમાવેશ થાય છે. આ તમામ આતંકવાદીઓ જુદા જુદા સંગઠનો સાથે જોડાયેલા છે.
  Published by:Jay Mishra
  First published: