Home /News /national-international /

કાશ્મીરી પંડિતને મારી ગોળી, 1 જવાન શહીદ, 4 મજૂર ઘાયલ, ઘાટીમાં ગત 24 કલાકમાં 4 આતંકી હુમલા

કાશ્મીરી પંડિતને મારી ગોળી, 1 જવાન શહીદ, 4 મજૂર ઘાયલ, ઘાટીમાં ગત 24 કલાકમાં 4 આતંકી હુમલા

ફાઇલ ફોટો

કશ્મીરી ઘાટી (Kashmir Valley)માં ગત 24 કલાક દરમિયાન 4 અલગ અલગ આતંકવાદી હુમલા (Terror Attack) થયા જેમાં 1 જવાન શહિદ જ્યારે અન્ય જવાન જખ્મી છે ત્યારે અન્ય હુમલામાં 1 કશ્મીરી પંડિત અને 4 મજૂર ઘાયલ થયા છે.

    નવી દિલ્હી: કશ્મીર ઘાટી (Kashmir Valley)માં ગત 24 કલાકમાં ચાર અલગ અલગ આતંકવાદી હુમલા (Terror Attack) થયા જેમાં 1 જવાન શહિદ જ્યારે અન્ય જવાન ઘાયલ થયા છે. આ હુમલામાં એક કશ્મીરી પંડિત અને ચાર મજૂર ઘાયલ થયા છે. આતંકવાદીઓએ કશ્મીરનાં પુલવામા (Pulwama Terror Attack) જિલ્લામાં બે, શોપિયા જિલ્લામાં એક અને એક શ્રીનગરમાં હુમલો કર્યો છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યાં છે. તો આ હુમલા બાદ પોલીસ અને સેનાએ આ વિસ્તારને ઘેરી લીધા છે. અને સધન તપાસ શરૂ કરી છે. આતંકવાદીઓની ઓળખ અને ધરપકડ માટે ઓપરેશન ચાલુ છે.

    પોલીસે જણાવ્યું કે પુલવામામાં બે અલગ-અલગ આતંકવાદી હુમલામાં 4 બિન-સ્થાનિક મજૂરો ઘાયલ થયા છે. પુલવામા જિલ્લાના લીટર વિસ્તારમાં આતંકવાદીઓએ બે વ્યક્તિઓ પર ગોળીબાર કર્યો અને બંને ગંભીર રીતે ઘાયલ થયા, આ બંને પઠાણકોટ (પંજાબ)ના રહેવાસી છે. તેમની ઓળખ સુરિન્દર સિંહ અને ધીરજ દત્ત તરીકે થઈ છે. તેઓને પુલવામાની જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સોમવારે સવારે લાજુરા પુલવામામાં આતંકવાદીઓએ બીજો હુમલો કર્યો હતો જેમાં 2 બિહારી મજૂરો (પિતા-પુત્ર)ની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી, બંને ઘાયલ થયા હતા, તેમની ઓળખ 46 વર્ષીય જોખુ ચૌધરી અને તેમના 23 વર્ષીય પુત્ર પતિલેશ્વર તરીકે કરવામાં આવી છે.

    તેઓ બિહારના પશ્ચિમ ચંપારણ જિલ્લાના બગાહાના ચૌતરવા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના કોલુહા ચૌતરવાના સિક્તૌર ગામના રહેવાસી છે. આ વાતની જાણ થતાં જ ગામમાં હોબાળો મચી ગયો હતો. ઘાયલ જોખુ ચૌધરીની પત્ની રડી-રડીને કફોડી બની ગઈ છે. નજીકના લોકોએ જણાવ્યું કે જોખુ ચૌધરીનો એક જ પુત્ર છે જે તેની સાથે કામ કરવા કાશ્મીર ગયો છે.



    CRPF જવાન શહીદ, કાશ્મીરી પંડિત ઘાયલ
    શ્રીનગરના મૈસુમા વિસ્તારમાં લાલ ચોક પાસે CRPF જવાનો પર આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો, જેમાં એક જવાન શહીદ થયો હતો. આ હુમલામાં બે જવાન ઘાયલ થયા હતા, જેમાંથી એકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય જવાનની હાલત નાજુક હોવાનું કહેવાય છે.

    શહીદ જવાનની ઓળખ વિશાલ કુમાર તરીકે થઈ છે. સોમવારે સાંજે દક્ષિણ કાશ્મીરના શોપિયાં જિલ્લાના છોટીગામમાં બીજો આતંકવાદી હુમલો થયો હતો જેમાં એક કાશ્મીરી પંડિત બાલ કૃષ્ણ ઘાયલ થયા હતા, તેમને સારવાર માટે આર્મી હોસ્પિટલમાં શ્રીનગરમાં દાખલ કરવામાં આવ્યા છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Kashmir Velly, Terrorist Attacks

    આગામી સમાચાર