સુપ્રીમના ચાર જજે કહ્યું- SCને બચાવવામાં નહીં આવે તો લોકતંત્ર ખતમ થઈ જશે

ન્યાયાધિશોની નિમણૂકને લઈને સરકાર અને ન્યાયપાલિકા વચ્ચે ચાલી રહેલી ટક્કરને કારણે આ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છે.

News18 Gujarati
Updated: January 12, 2018, 4:15 PM IST
સુપ્રીમના ચાર જજે કહ્યું- SCને બચાવવામાં નહીં આવે તો લોકતંત્ર ખતમ થઈ જશે
ન્યાયાધિશોની નિમણૂકને લઈને સરકાર અને ન્યાયપાલિકા વચ્ચે ચાલી રહેલી ટક્કરને કારણે આ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છે.
News18 Gujarati
Updated: January 12, 2018, 4:15 PM IST
નવી દિલ્હીઃ ભારતના ઇતિહાસમાં પ્રથમ વખત આવું બન્યું. સુપ્રીમ કોર્ટના ચાર વરિષ્ઠ જજ મીડિયા સમક્ષ આવ્યા. ચારેય જજોએ આક્ષેપ લગાવ્યું કે સુપ્રીમ કોર્ટનું તંત્ર યોગ્ય રીતે કામ નથી કરી રહ્યું. જો આ અંગે યોગ્ય પગલાં નહીં લેવામાં આવે તો લોકતંત્ર ખતમ થઈ જશે.

જસ્ટિસ જે ચેલમેશ્વર, જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ મદન લોકુર અને જસ્ટિસ કુરિયન જોસેફે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, અમે ચારેય મીડિયાનો આભાર માનીએ છીએ. કોઈ પણ દેશના કાયદાના ઇતિહાસમાં આ સૌથી મોટો દિવસ અને અભૂતપૂર્વ ઘટના છે. કારણ કે અહીં બ્રિફિંગ કરવા માટે અમારે મજબૂત બનવું પડ્યું છે. અમારે આ પ્રેસ કોન્ફરન્સ એ માટે કરવી પડી જેનાથી ભવિષ્યમાં કોઈ એવું ન કહે કે અમે અમારા આત્માને વેચી નાખ્યો હતો.

જસ્ટિસ જે ચેલમેશ્વરે કહ્યું કે, સુપ્રીમ કોર્ટમાં ઘણું એવું થયું છે જે નહોતું થવું જોઈતું હતું. અમને લાગ્યું કે સંસ્થા અને દેશ પ્રત્યે અમારી જવાદબારી હોવાથી અમે ચીફ જસ્ટિસને સુધારાત્મક પગલાં ભરવા માટે મનાવવાનો પ્રયાસ કર્યો. તેમને પત્ર પણ લખ્યો. પરંતુ અમારા પ્રયાસો નિષ્ફળ રહ્યા. જસ્ટિસ જે ચેલમેશ્વરે દાવો કર્યો કે જો સંસ્થાને બચાવવામાં નહીં આવે તો દેશનું લોકતંત્ર ખતમ થઈ જશે.

સુપ્રીમ કોર્ટના અન્ય જજોએ કહ્યું કે, ચીફ જસ્ટિસને સુધારાત્મક પગલાં ઉઠાવવા માટે અનેક વખત મનાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. પરંતુ દુર્ભાગ્યની વાત છે કે અમારા તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા. સુપ્રીમ કોર્ટનું તંત્ર યોગ્ય રીતે કામ નથી કરી રહ્યું.

સુપ્રીમ કોર્ટના જજો દ્વારા ચીફ જસ્ટિસને લખવામાં આવેલા પત્રોના અંશ...

1) મહત્વપૂર્ણ કેસોમાં સામુહિક રીતે નિર્ણયો લેવાની પરંપરાથી ચીફ જસ્ટિસ બહાર જઈ રહી છે.
2) ચીફ જસ્ટિસ કેસની વહેંચણી દરમિયાન નિયમોનું પાલન નથી કરી રહ્યા.
Loading...

3) જે કેસ સુપ્રીમ કોર્ટની અખંડિતતાને પ્રભાવિત કરે છે તેને ચીફ જસ્ટિસ કોઈ વાજબી કારણ વગર તેમની પસંદગીની બેંચોને સોંપી દે છે. જેનાથી સંસ્થાની છબી ખરડાય છે.
4) સુપ્રીમ કોર્ટના કોલેજિયમે ઉત્તરાખંડ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ કેએમ જોસેફ અને સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ ઇંદુ મલ્હોત્રાની સુપ્રીમ કોર્ટમાં નિમણૂક કરવાની ભલામણ કરી છે.
5) જસ્ટિસ કેએમ જોસેફે જ્યારે હાઈકોર્ટમાં હતા ત્યારે 21 એપ્રિલ, 2016ના રોજ ઉત્તરાખંડમાં હરિશ રાવતની સરકારને હટાવીને રાષ્ટ્રપતિ શાસન લગાવવાનાં ફેંસલાને રદ કર્યો હતો. જ્યારે ઇન્દુ મલ્હોત્રા સુપ્રીમ કોર્ટમાં સીધા જજ બનનાર પ્રથમ મહિલા જજ હશે. જોકે, સુપ્રીમ કોર્ટમાં હાલમાં જસ્ટિસ ભાનુમતિ બાદ તેઓ જજ બનનારા બીજા મહિલા જજ હશે.
6) સુપ્રીમ કોર્ટમાં કુલ 31 બેઠક સામે હાલમાં ફક્ત 25 જજ છે. છ જગ્યા ખાલી છે.

ઇમરજન્સી કરતા વધારે ખરાબ પરિસ્થિતિઃ શરદ યાદવ

આ મોટી સમસ્યા છે. ભારતના 70 વર્ષના ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું છે. હું આને ગંભીર માનું છેું. ચાર સિનિયર જજને પરિસ્થિતિએ લોકો સામે લાવવા માટે મજબૂર કર્યા. આ બાબતના ઉંડાણ સુધી અમે જઈશું. ન્યાયપાલિકા પર લોકોને ખુબ ભરોસો હોય છે, જે રીતની આજે તેની સાખ મેદાનમાં ખુલ્લી પાડવામાં આવી છે, લોકો માટે આ ચિંતાનો વિષય છે. કેમ આવી પરિસ્થિતિ ઉભી થઈ, શું કારણ હતું કે, આ ચાર જજે સંસ્થાની બહાર આવીને બોલવું પડ્યું. દેશની પરિસ્થિતિ ખરાબ થઈ રહી છે. ઈમરજન્સી કરતા પણ વધારે આગળ છે પરિસ્થિતિ. - શરદ યાદવ
First published: January 12, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर