ઝાંસી : કેરળ એક્સપ્રેસના સ્લીપર કોચમાં ગરમીના કારણે 4 પેસેન્જરનાં મોત

News18 Gujarati
Updated: June 11, 2019, 11:44 AM IST
ઝાંસી : કેરળ એક્સપ્રેસના સ્લીપર કોચમાં ગરમીના કારણે 4 પેસેન્જરનાં મોત
પ્રતીકાત્મક તસવીર

આગ્રાથી ગ્વાલિયર વચ્ચે ભીષણ ગરમીના કારણે 5 પેસેન્જરની તબિયત લથડી, જેમાંથી 4નાં લોકોનું મોત

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : ઝાંસીમાં નિઝામુદ્દીનથી ત્રિવેન્દ્રમ જઈ રહેલી કેરળ એક્સપ્રેસ ટ્રેનમાં ગરમીના કારણે 4 પેસેન્જર્સના મોત થવાના અહેવાલ આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ, આગ્રાથી ગ્વાલિયરની વચ્ચે ભીષણ ગરમીથી 5 પેસેન્જરની તબિયત બગડી ગઈ. જેમાંથી 4 લોકોનાં મોત થઈ ગયા. જ્યારે એક પેસેન્જરરને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા. મૃતકના શબને ઝાંસી રેલવે સ્ટેશન પર ટ્રેનથી ઉતારવામાં આવ્યા છે. જોકે, શબોનું પોસ્ટમોર્ટમ હજુ નથી કરવામાં આવ્યું. આ પેસેન્જર આગ્રાથી કોઇમ્બતૂર થઈ રહ્યા હતા.

મૃતકોના સાથી પેસેન્જર્સે જણાવ્યું કે 10 દિવસ પહેલા તે તમામ 68 લોકો તમિલનાડુથી વારાણસી અને આગ્રા ફરવા આવ્યા હતા. સોમવાર બપોરે 2.30 વાગ્યે આગ્રા કેન્ટથી કેરલ એક્સપ્રેસ (12626)થી પરત જઈ રહ્યા હતા. તેઓ તમામ એસ-8 તથા એસ-9 કોચમાં હતા. આગ્રાથી ઝાંસીની વચ્ચે પહોંચતા જ ટ્રેનમાં ભીષણ ગરમીના કારણે 3 પેસેન્જરના મોત થઈ ગયા. એકને ગંભીર સ્થિતિમાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યો જ્યાં તેનું થોડીવારમાં મોત થયું. બીજી તરફ, ડીઆરએમ નીરજ અમ્બષ્ઠે જણાવ્યું કે મંગળવારે તમામ શબોને કેરળ એક્સપ્રેસની લગેજ વેનથી કોફિનમાં કોઇમ્બતૂર મોકલવામાં આવશે.

આ પણ વાંચો, 110 કલાક પછી બે વર્ષના ફતેહવીરને બોરવેલમાંથી બહાર કઢાયો, મોત

મૃતકોની ઓળખ તમિલનાડુના નીલગિરીના 80 વર્ષીય પાચી અપ્પા પલાની સ્વામી, 69 વર્ષીય બાલાકૃષ્ણન રામાસ્વામી અને કોઇમ્બતૂરના 71 વર્ષીય ચિન્નાર તરીકે થઈ છે. મળતી મા‍હિતી મુજબ 5 જૂને કુશીનગર એક્સપ્રેસના જનરલ કોચમાં પ્રવાસ કરી રહેલા રાજેશ ગુપ્તાનું ગરમીના કારણે મોત થયું હતું. 1 જૂને બાંદા નિવાસી રામપ્રકાશ અહિરવારની દીકરી સીતાનું મોત સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસમાં થયું હતું.
Published by: Mrunal Bhojak
First published: June 11, 2019, 11:44 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading