જમ્મુ-કાશ્મીર : અનંતનાગ એન્કાઉન્ટરમાં સુરક્ષાદળોએ 4 આતંકીને ઠાર માર્યા

જમ્મુ-કાશ્મીર : અનંતનાગ એન્કાઉન્ટરમાં સુરક્ષાદળોએ 4 આતંકીને ઠાર માર્યા
પ્રતીકાત્મક તસવીર

સુરક્ષાદળોએ વિસ્તારને ઘેરવાનો પ્રયાસ કર્યો તો એક ઘરમાં છુપાયેલા આતંકવાદીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું, વળતી કાર્યવાહીમાં આતંકી ઠાર મરાયા

 • Share this:
  શ્રીનગર : જમ્મુ-કાશ્મીર (Jammu and Kashmir)ના અનંતનાગ (Anantnag)માં ભારતીય સુરક્ષાદળો (Security Forces) અને આતંકવાદી (Terrorist)ઓ વચ્ચે એન્કાઉન્ટર (Encounter) થયાના અહેવાલ છે. મળતી માહિતી મુજબ ભારતીય સુરક્ષાદળોએ અત્યાર સુધી ચાર આતંકવાદીઓને ઠાર માર્યા છે. હજુ પણ ફાયરિંગનો અવાજ આવી રહ્યો છે. એન્કાઉન્ટરમાં કોઈ પણ ભારતીય જવાનના ઘાયલ થવાની માહિતી નથી. આતંકવાદી પ્રવૃત્તિઓને જોતાં ભારતીય સુરક્ષાદળોએ હજુ પણ સમગ્ર વિસ્તારને ઘેરીને રાખ્યો છે અને સર્ચ ઑપરેશન ચાલી રહ્યું છે.

  મળતી જાણકારી મુજબ, સુરક્ષાદળોને અનંતનાગ સ્થિત વટરીગામમાં આતંકવાદીઓ છુપાયા હોવાની જાણ થ ઈહતી. ઇન્ટેલિજન્સ જાણકારીના આધારે જ્યારે સુરક્ષાદળોએ વિસ્તારને ઘેરવાનો પ્રયાસ કર્યો તો એક ઘરમાં છુપાયેલા આતંકવાદીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું. ઘણી વાર સુધી થયેલા ફાયરિંગમાં ચાર આતંકવાદીઓ ઠાર મરાયા હોવાના અહેવાલ છે. હજુ પણ ફાયરિંગ ચાલુ છે. મળતી માહિતી મુજબ હજુ પણ એક આતંકવાદી છુપાયો છે.

  આ પણ વાંચો, અડધી રાત્રે કમલનાથને મળ્યો રાજ્યપાલનો પત્ર : તમારી સરકાર લઘુમતીમાં, સોમવારે બહુમત સાબિત કરો

  ભારતીય સુરક્ષાદળોએ હજુ પણ વિસ્તારને ઘેરી રાખ્યો છે અને દરેક ઘરમાં સર્ચ ઑપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, એક સપ્તાહ પહેલા જ શોપિયાં સેક્ટરમાં એન્કાઉન્ટર દરમિયાન સુરક્ષાદળોએ લશ્કર-એ-તૈયબાના બે આતંકવાદીઓને ઢાળી દીધા હતા. માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ કુલગામ નિવાસી શબ્બીર અહમદ મલિક ઉર્ફે અબૂ માવિયા તથા વદીના મેલાહરા નિવાસી અમીર અહમદ ડાર તરીકે થઈ હતી. પાકિસ્તાનમાં ટ્રેનિંગ લીધેલા આતંકવાદી મલિક દક્ષિણ કાશ્મીરમાં વિભિન્ન આતંકવાદી ઘટનાઓમાં સામેલ હતા.

  આ પણ વાંચો, કોરોના વાયરસ : શબોના અંતિમ સંસ્કાર માટે ગાઇડલાઇન બનાવવા સરકાર સક્ર‍િય
  First published:March 15, 2020, 12:14 pm

  टॉप स्टोरीज