Home /News /national-international /

તેજ પ્રતાપ યાદવના લગ્નમાંથી પરત ફરી રહેલી કારને અકસ્માત, ચારનાં મોત

તેજ પ્રતાપ યાદવના લગ્નમાંથી પરત ફરી રહેલી કારને અકસ્માત, ચારનાં મોત

    પટનાઃ લાલુ પ્રસાદ યાદવના પુત્રના લગ્નમાંથી પરત ફરતી વખતે ચાર લોકો માર્ગ અકસ્માતમાં મોત થયા છે. સિમરાહ નજીક આ અકસ્માત થયો હતો. મૃતકોમાં ત્રણ લોકો લાલુ પ્રસાદ યાદવની રાજકીય પાર્ટી આરજેડીના કાર્યકર છે. તમામ લોકો તેજ પ્રતાપ યાદવના લગ્નમાથી પરત ફરી રહ્યા હતા.

    એસયુવી કારમાં સવાર થઈને તમામ લોકો પટનાથી કિશનગંજ જઈ રહ્યા હતા. આ સમયે સિમરાહના પોથીયા વિસ્તારમાં કારને અકસ્માત નડ્યો હતો.

    ફોરબસગંજ એસએચઓ એમ. હૈદરીના જણાવ્યા પ્રમાણે મૃતકોની ઓળખ આરજેડી જિલ્લા પ્રમુખ ઇન્તેખાબ આલમ, પૂર્વ મંત્રી ઇસ્લામુદ્દીન બાઘીના પુત્ર ઈક્રામુલ હક, આરજેડી દિઘાલબેન્કના હેડ પપ્પુ તરીકે કરવામાં આવી છે. મૃતકોમાં કારના ડ્રાઇવરનો પણ સમાવેશ થાય છે.

    કારમાં મૃતકો પાસેથી મળેલા ડોક્યુમેન્ટ્સ અને ઓળખપત્રથી તેમની ઓળખ કરવામાં આવી છે.

    અકસ્માત થવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ઘટનાને નજરે જોનાર અમુક લોકોના જણાવ્યા પ્રમાણે પૂરપાટ ઝડપે જઈ રહેલી એસયુવી કાર ડિવાઇડર સાથે અથડાઈ હતી, અમુક લોકોના જણાવ્યા પ્રમાણે કારની ટક્કર એક ટ્રક સાથે થઈ હતી.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Lalu yadav, Marriage, Tej Pratap Yadav, અકસ્માત

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन