જાનમાં જતા હતા પણ મળ્યું મોત, કારનો અકસ્માત થતા 4 લોકો કાળને ભેટ્યા

કાર ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઇ

Accident news- આ ભયંકર અકસ્માતમાં કાર ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઇ ગઈ છે

  • Share this:
    કિન્નૌર : હિમાચલ પ્રદેશના (himachal pradesh)કિન્નૌરના (Kinnaur)બટસેરીમાં એક ભયંકર કાર અકસ્માતની (Road Accident)ઘટના સામે આવી છે. જેમાં કારમાં સવાર 5 લોકોમાંથી 4 ના મોત (Death)થયા છે. જ્યારે એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થઇ છે. જેને પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્ર સાંગલા લઇ જવામાં આવ્યો છે. કારમાં સવાર બધા લોકો રોધીથી બટસેરી જાનમાં જઈ રહ્યા હતા. આ ભયંકર અકસ્માતમાં કાર ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઇ ગઈ છે.

    જાણકારી પ્રમાણે રવિવારે બપોરે ડ્રાઇવર રમેશ કુમાર સહિત 4 લોકો લગ્નમાં સામેલ થવા માટે સાંગલાના બટસેરી ગામ તરફ જઈ રહ્યા હતા. બટસેરી પાસે કારના ડ્રાઇવરે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો. જેના કારણે રસ્તાથી લગભગ 50 મીટર નીચે ઢસડી ગઈ હતી. કાર ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઇ હતી.

    આ પણ વાંચો - BJP જિલ્લા યુવા મોરચાના નેતાની તિક્ષણ હથિયારના ઘા મારી ક્રુર હત્યા, કારમાંથી મળી લાશ

    કાર અકસ્માતમાં ટાપરી ગામના અજય કુમાર (40), કિશોરી લાલ (48), જિયાલાલ (51) અને મદનલાલનું ઘટનાસ્થળે મોત થયું હતું. જ્યારે ડ્રાઇવર રમેશ કુમાર (42) ગંભીર રુપથી ઇજાગ્રસ્ત થયો છે. જેને સારવાર માટે સીએચસી સાંગલા લાવવામાં આવ્યો હતો. દુર્ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને રાહત કાર્યમાં લાગી ગયા હતા. જેની સૂચના સાંગલા પોલીસને આપવામાં આવી હતી. પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી.

    SP કિન્નોર અશોક રત્નએ જણાવ્યું કે બટસેરી પાસે આ દુર્ઘટનામાં સામેલ 4 લોકોના મોત થયા છે. દુર્ઘટનાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસ દ્વારા કેસ નોંધી લેવામાં આવ્યો છે.

    આ પણ વાંચો - 6 મહિનામાં સગીરા સાથે 400 લોકોએ કર્યો બળાત્કાર, પોલીસકર્મી પણ સામેલ, ગર્ભવતી થઇ પીડિતા

    કારને 50 મીટર સુધી ઢસડીને લઇ ગયો ટ્રક ડ્રાઇવર

    મધ્ય પ્રદેશના રાયસેન જિલ્લાના સિલવાનીમાં પણ અકસ્માતની ઘટના સામે આવી છે. ટ્રકની કાર સાથે ટક્કર થઇ હતી. જેમાં ટ્રકચાલક કારને 50 મીટર દૂર સુધી ઢસડીને લઇ ગયો હતો. ટ્રકની અડફેટમાં કાર આવી હોવા છતા ટ્રક ડ્રાઇવરે બ્રેક મારી ન હતી. કારમાં બેસેલા લોકોએ કારનો દરવાજો ખોલ્યો હતો અને પોતાનો જીવ બચાવ્યો હતો. ટ્રક ડ્રાઇવર ભાગીને જાય તે પહેલા તેને પકડી લીધો હતો અને મારપીટ કરી હતી. ઘટનાનો વીડિયો ( Accident Live Video)સામે આવતા જ વાયરલ થયો છે.
    Published by:Ashish Goyal
    First published: