બાંગ્લાદેશ : હિન્દુ પૂજારાની હત્યાના દોષી JMBના 4 આતંકીને ફાંસીની સજા

News18 Gujarati
Updated: March 15, 2020, 3:57 PM IST
બાંગ્લાદેશ : હિન્દુ પૂજારાની હત્યાના દોષી JMBના 4 આતંકીને ફાંસીની સજા
હિન્દુ પૂજારીની હત્યાના દોષી 4 આતંકીઓને ફાંસીની સજા.

સંત ગૌરિયા મંદિરના મુખ્ય મહંત જગનેશ્વર રૉયની ગળું કાપીને નિર્મમતાથી હત્યા કરવામાં આવી હતી

  • Share this:
ઢાકા : બાંગ્લાદેશ (Bangladesh)માં પ્રતિબંધિત ઈસ્લામિસ્ટ આતંકી સંગઠન જમાત ઉલ મુજાહિદીન-બાંગ્લાદેશ (JMB) સાથે જોડોયલા 4 લોકોને એક હિન્દુ પૂજારી (Hindu Priest)ની હત્યા મામલામાં ફાંસીની સજા ફટકારવામાં આવી છે. આ ચારેય આતંકીઓ હિન્દુ પૂજારી જગનેશ્વર રૉયના હત્યા કેસમાં દોષી પુરવાર થયા હતા.

રાજશાહી ફાસ્ટ ટ્રેક ટ્રિબ્યૂનલના એક જજ અનૂપ કુમારે આ ચારેયના ગુનાને રેર ઑફ રેરેસ્ટ કરાર કરતાં તેમને ફાંસીની સજા ફટકારી. bdnews24 મુજબ ચુકાદા સમયે કોર્ટમાં ત્રણ દોષી-જહાંગીર હુસૈન ઉર્ફ રજીબ, આલમગીર હુસૈન અને રમજાન અલી હાજર હતા. ચોથો આરોપી રજીબુલ ઈસ્લામ આ સુનાવણીમાં સામેલ નહોતો.

આ પણ વાંચો, કોરોનાનો હાહાકાર : પતિ બીમાર પડ્યો તો પત્ની ડરીને પિયરે ભાગી, FIR નોંધાઈ

શું છે મામલો?

નોંધનીય છે કે, 50 વર્ષીય જગનેશ્વર રૉય સોનાપોટા ગામના સંત ગૌરિયા મંદિરના મુખ્ય મહંત હતા. 21 ફેબ્રુઆરી 2016ના રોજ કેટલાક હથિયારધારી લોકોએ તેમનું ગળું કાપીને નિર્મમતાથી હત્યા કરી હતી. ધારદાર હથિયારથી તેમના શરીર પર ઘા પણ મારવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમના શિષ્ય ગોપાલચંદ્ર રૉયને પણ ગોળી વાગી હતી.

આ પણ વાંચો, સાત ફેરા લીધા બાદ અચાનક વરરાજાએ કાપી દીધી દુલ્હનના હાથની નસ!
First published: March 15, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading