જમ્મુ કાશ્મીર : 15 ઓગસ્ટ પહેલા આતંકીઓનું મોટું ષડયંત્ર નિષ્ફળ, જૈશના 4 આતંકી પકડાયા

જમ્મુ કાશ્મીરમાં (Jammu-Kashmir)સ્વતંત્રતા દિવસના એક દિવસ પહેલા ભારતીય સુરક્ષાબળોને (Indian Security Forces)મોટી સફળતા મળી

Jaish e Mohammed terrorists- આતંકીઓએ જણાવ્યું કે તે ગાડીઓમાં આઇઇડી ફિટ કરવાના હતા. આતંકીઓએ ખુલાસો કર્યો છે કે તે દેશભરમાં હુમલાની તૈયારી કરી રહ્યા હતા

 • Share this:
  શ્રીનગર : જમ્મુ કાશ્મીરમાં (Jammu-Kashmir)સ્વતંત્રતા દિવસના (Independence Day) એક દિવસ પહેલા ભારતીય સુરક્ષાબળોને (Indian Security Forces)મોટી સફળતા મળી છે. ગુપ્ત જાણકારીના આધારે પોલીસે જમ્મુથી જૈશ એ મોહમ્મદના (Jaish-e-Mohammed)આતંકી સંગઠન સાથે જોડાયેલા 4 આંતકીઓની (Terrorist)ધરપકડ કરી છે. અત્યાર સુધી મળેલી જાણકારી પ્રમાણે પકડાયેલા આતંકી 15 ઓગસ્ટના દિવસે જમ્મુ અને કાશ્મીરમાં મોટા આતંકી ષડયંત્રને અંજામ આપવાની ફિરાકમાં હતા.

  જાણકારી પ્રમાણે જમ્મુ કાશ્મીર પોલીસે જમ્મુથી ચાર જૈશ-એ-મોહમ્મદના આતંકીઓની ધરપકડ કરી છે. સૂત્રોના મતે આંતકીઓએ જણાવ્યું કે પાકિસ્તાનમાં બેસેલા તેમના આકા 15 ઓગસ્ટના રોજ ભારતમાં મોટા ષડયંત્રને અંજામ આપવા માંગતા હતા. આ હુમલો જમ્મુ કાશ્મીરમાં કરવાની તૈયારી હતી. આતંકીઓએ જણાવ્યું કે તે ગાડીઓમાં આઇઇડી ફિટ કરવાના હતા. આતંકીઓએ ખુલાસો કર્યો છે કે તે દેશભરમાં હુમલાની તૈયારી કરી રહ્યા હતા.

  પકડાયેલા આતંકીઓની ઓળખ તૌસીફ અહમદ શાહ ઉર્ફે શૌકત ઉર્ફે અદનાન (શોપિયા કાશ્મીર), ઇઝહાર ખાન ઉર્ફે સોનુ ખાન, (શામલી, ઉત્તર પ્રદેશ),જહાંગીર અહમદ ભટ્ટ, (પુલવામાં) અને મુતિંજર મંજૂર (પુલવામાં)ના રૂપમાં થઇ છે.

  આ પણ વાંચો - independence day: આઝાદી પહેલા જ ભારતીય સંઘમાં વિલય થવા લાગ્યા હતા રજવાડાં

  આ બધા આતંકી સરહદ પાર બેસેલા જૈશ એ મોહમ્મદના હેન્ડલરોના સંપર્કમાં હતા. સરહદ પાર બેસેલા આતંકી મુતજિર ઉર્ફે શાહિદ અને અબરારે બધા આતંકીઓને ભારતમાં આતંકી હુમલાની કમાન સોંપી હતી. જેમાં તેમણે પાનીપત રિફાઇનરીના ફોટો અને વીડિયો મોકલવા, રામજન્મ ભૂમિની રેકી કરવી અને ડ્રોન દ્વારા હથિયાર ભેગા કરવાનું સામેલ હતું.

  જણાવી દઈએ કે આ લોકોએ ડ્રોન દ્વારા અમૃતસર પંજાબમાં ફેકેલા હથિયાર અને પાનીપત રિફાઇનરીનો વીડિયો તો લઇ લીધા પણ જ્યારે તે આગળનું બીજુ કામ કરે તે પહેલા પોલીસની પકડમાં આવ્યા છે. આ આતંકીઓએ 15 ઓગસ્ટના દિવસે ગાડીઓમાં આઈઈડી ફિટ કરીને હુમલો કરવાનો પ્લાન તૈયાર કર્યો હતો.

  થોડા દિવસો પહેલા જમ્મુ કાશ્મીરમાં જૈશ એ મોહમ્મદ સાથે જોડાયેલ પાકિસ્તાની આતંકવાદી લંબૂ (Lamboo)ને અથડામણમાં ઠાર કર્યો હતો. સૂત્રોના મતે લંબૂ જૈશના સંસ્થાપક મસૂદ અઝહર સાથે જોડાયો હતો. 2018માં લંબૂ આંતરરાષ્ટ્રીય સરહદથી કાશ્મીરમાં આવ્યો હતો. તેનું બીજુ કોડ નામ સૈફુલ્લા હતું. જૈશ પોતાના સૌથી મહત્વપૂર્ણ કમાન્ડર્સને કોડ આપે છે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતનો રહેવાસી અબૂ સૈફલ્લા ઉર્ફે લંબૂ 2019માં પુલવામામાં આતંકી હુમલાની ષડયંત્ર રચવામાં સામેલ હતો. બતાવવામાં આવી રહ્યું છે કે તેણે હુમલામાં ઉપયોગ કરેલ આઈઈડી બનાવ્યા હતા.

  લેટેસ્ટ ન્યૂઝ મેળવવા News18 Gujarati App ઇન્સ્ટોલ કરો. FacebookTwitterYoutube સાથે જોડાઓ.
  Published by:Ashish Goyal
  First published: