જમ્મુ-કાશ્મીરઃ ઉરીમાં ઘૂસણખોરીનો નિષ્ફળ પ્રયાસ, પાંચ આતંકી ઠાર

આતંકીઓને લાગ્યું કે તેઓ ફસાઈ ગયા છે ત્યારે તેમણે ફાયરિંગ શરૂ કરી દીધું હતું. જવાબમાં ભારતીય જવાનોએ ફાયરિંગ કર્યું હતું અને ત્રણ આતંકીઓને ઠાર કર્યા હતા.

આતંકીઓને લાગ્યું કે તેઓ ફસાઈ ગયા છે ત્યારે તેમણે ફાયરિંગ શરૂ કરી દીધું હતું. જવાબમાં ભારતીય જવાનોએ ફાયરિંગ કર્યું હતું અને ત્રણ આતંકીઓને ઠાર કર્યા હતા.

 • Share this:
  જમ્મુ-કાશ્મીરના ઉરી સેક્ટરમાં દુલંજામાં ભારતીય જવાનોએ સીમા પારથી ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે. સૈન્યની કાર્યવાહીમાં જૈશ-એ-મોહમ્મદના 5  આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે.

  રાજ્યના ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ એસ.પી વેદ્યે જણાવ્યું હતું કે, 'આતંકીઓ ઉરીના દુજાંલામાં ઘૂષણખોરીનો પ્રયાસ કરી રહ્યા હતા. જમ્મુ-કાશ્મીર પોલીસ, સેના અને સીઆરપીએફના સંયુક્ત ઓપરેશનમાં આ આતંકીઓને ઠાર મરાયા હતા. પાંચ આતંકીઓના મૃતદેહ મળી આવ્યા છે, છઠ્ઠા આતંકીની તપાસ ચાલુ છે.' તેમને મોટી સફળથા બદલ સુરક્ષા બળોને અભિનંદન પાઠવ્યા હતા.

  મળી રહેલી માહિતી પ્રમાણે પાકિસ્તાન તરફથી પાંચેય આતંકવાદીઓ અંધારાનો ફાયદો ઉઠાવીને સીમા પાર કરવાની ફિરાકમાં હતા. સુરક્ષા જવાનોને આ અંગેની માહિતી મળી જતા તેમણે કાર્યવાહી શરૂ કરી હતી.

  આતંકીઓને લાગ્યું કે તેઓ ફસાઈ ગયા છે ત્યારે તેમણે ફાયરિંગ શરૂ કરી દીધું હતું. જવાબમાં ભારતીય જવાનોએ ફાયરિંગ કર્યું હતું અને પાંચ આતંકીઓને ઠાર કર્યા હતા. અમુક આતંકીઓ ભાગવામાં સફળ રહ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છ ે.

  આતંકીઓને ઠાર કર્યા બાગ ભારતીય સેના, પોલીસ અને અર્ધલશ્કરી બળોએ આખા વિસ્તારની નાકાબંધી કરીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.
  Published by:Vinod Zankhaliya
  First published: