Home /News /national-international /Road Accident: ચિત્તોડ જિલ્લામાં ગમખ્વાર અકસ્માત, માતાના અંતિમ સંસ્કારમાં સામેલ થઈને પરત ફરતી પુત્રી અને ત્રણ બાળકનાં મોત

Road Accident: ચિત્તોડ જિલ્લામાં ગમખ્વાર અકસ્માત, માતાના અંતિમ સંસ્કારમાં સામેલ થઈને પરત ફરતી પુત્રી અને ત્રણ બાળકનાં મોત

ચિત્તોડગઢ નજીક હાઈવે પર અકસ્માત, ચારના મોત,સાત ઈજાગ્રસ્ત

Jaipur Accident: ઉદયપુર ચિત્તોડગઢ નેશનલ હાઈવે પર મંગલવાડના નજીકમાં આ અકસ્માત થયો છે. અકસ્માત દરમિયાન મોટાભાગના મુસાફરો ઉંઘમાં હતા અને તે દરમિયાન અકસ્માત થયો હતો.

    જયપુરઃ રાજસ્થાનના ચિત્તોડ જિલ્લામાં બહુ જ દુઃખદ અકસ્માત થયો છે. એક જ ઝાટકે પરિવારની બે પેઢીઓ ખતમ થઈ ગઈ છે. મોડી રાત્રે ઉંઘમાં આવેલું મોત અત્યારસુધી ચાર લોકોને પોતાની સાથે લઈ ગયું છે. દુર્ઘટનામાં સાત લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ડૉક્ટરોની માનીએ તો, મૃતકોની સંખ્યા હજુ વધી શકે છે. આ દુર્ઘટના બાદ રાજસ્થાનથી લઈને મધ્યપ્રદેશ સુધી પરિવારોમાં અશાંતિ ફેલાયેલી છે. ઉદયપુર ચિત્તોડગઢ નેશનલ હાઈવે પર મંગલવાડના નજીકમાં આ અકસ્માત થયો છે. અકસ્માત દરમિયાન મોટાભાગના મુસાફરો ઉંઘમાં હતા અને તે દરમિયાન અકસ્માત થયો હતો.

    ઈન્દોરથી આવેલી પુત્રી અને તેનો પરિવાર માતાના અંતિમસંસ્કારમાં સામેલ થઈને પરત આવી રહ્યો હતો


    જાણકારી અનુસાર આ દુર્ઘટનામાં બે પેઢીઓ ખતમ થઈ ગઈ છે. અકસ્માતામાં ઈન્દોરના રહેવાસી માતા તેમજ તેના બે પુત્રો સહિત ચાર લોકોનું મોત થયુ હતું તથા પરિવારના 7 લોકો ગંભીર રીતેથી ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોમાં ત્રણની હાલત નબળી બતાવવામાં આવી છે. બધાને ઉદયપુરના મહારાણા ભોપાલ હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે. મૃતકોમાં શકીલા (ઉ.વ. 45), તેનો પુત્ર જાહિદ (ઉ.વ. 32) અને શાહિદ (ઉ.વ.25) વર્ષ તેમજ ભત્રીજો સોહેલ (ઉ.વ 30) સામેલ હતા. જાણકારી અનુસાર, શકીલાનું પિયર ઉદયપુરમાં છે. ત્રણ દિવસ પહેલા તેની માતા સુગરા બાઈનું નિધન થયું હતું. શકીલા તેના પરિવાર સાથે ઉદયપુર આવી હતી.

    આ પણ વાંચોઃ અકસ્માત સર્જેલી કાર પરથી પોલીસ લખેલુ પાટિયું મળ્યું

    બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા


    શુક્રવારે પરત ઈન્દોર જતા સમયે મંગલવાડની નજીક દુર્ઘટના થઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે ઘટનાસ્થળે જ બે લોકો મૃત્યુ પામ્યા હતા. જે વાહનમાં ઈન્દોરનો પરિવાર સામેલ હતો તે વાહનના ફૂરચા નીકળી ગયા ગયા હતા. ખાનગી અને સરકારી વાહનો દ્વારા ઈજાગ્રસ્તોને હોસ્પિયલ પહોંચાડવામાં આવ્યા હતા. અકસ્માત બાદ હાઈવે પર થયેલા ટ્રાફિકને નિયંત્રણમાં લાવવા પોલીસે ઘણી મહેનત કરવી પડી હતી.
    Published by:Sahil Vaniya
    First published:

    Tags: Accident News, Accidentdeath, Rajsthan

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन