મંદિરમાં ઉત્સવ દરમિયાન ક્રેન તૂટી પડતાં 4નાં મોત, વાયરલ થઇ રહ્યો છે ભયાનક વીડિયો
તમિલનાડુમાં મંદિરમાં ઉત્સવ દરમિયાન ક્રેન તૂટી પડતાં 4 લોકોનાં મોત થયાં અને 9 ઘાયલ થયા.
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ વિસ્તારના સેંકડો લોકો નેમિલીના મંડી અમ્માન મંદિરમાં ઉત્સવ માટે એકઠા થયા હતા. આ અકસ્માત માયલેરુમાં એક કાર્યક્રમ દરમિયાન થયો હતો, જ્યાં લોકોએ ક્રેન દ્વારા મંદિરની મૂર્તિઓને હાર પહેરાવવાનો પ્રયાસ કર્યો હતો.
ચેન્નાઈ: તમિલનાડુના અરક્કોનમમાં રવિવારે રાત્રે મંદિરના ઉત્સવ દરમિયાન ક્રેન તૂટી પડતાં ચાર લોકોના મોત થયા હતા અને લગભગ 9 લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. રાનીપેટ જિલ્લાના નેમિલીની બાજુમાં કિલીવેડી વિસ્તારમાં મંડિયામ્મન મંદિર માયલર ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભયાનક ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જેમાં ક્રેન અચાનક પડી જતા જોવા મળી રહી છે.
ધ હિંદુના રિપોર્ટ મુજબ આ ઘટના રાત્રે લગભગ 8.15 વાગ્યે બની હતી. પોલીસે જણાવ્યું કે પીડિતોની ઓળખ કે.કે. મુથુકુમાર (39), એસ. ભૂપાલન (40) અને બી. જ્યોતિ બાબુ (17), જ્યારે અન્ય મૃતકની ઓળખ જાહેર કરવામાં આવી નથી.
— Raghu VP / ரகு வி பி / രഘു വി പി (@Raghuvp99) January 22, 2023
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ વિસ્તારના સેંકડો લોકો નેમિલીના મંડી અમ્માન મંદિરમાં ઉત્સવ માટે એકઠા થયા હતા. આ અકસ્માત માયલેરુમાં એક કાર્યક્રમ દરમિયાન થયો હતો, જ્યાં લોકોએ ક્રેન દ્વારા મંદિરની મૂર્તિઓને હાર પહેરાવવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે આ ભીષણ ઘટના બની હતી અને તેમાં ક્રેન ડ્રાઇવરની ધરપકડ કરવામાં આવી હતી.
ઈન્ડિયા પોસ્ટના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે અકસ્માતમાં એક બાળકી સહિત લગભગ 9 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે અને તેમને પુન્નઈ સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, અરક્કોનમ સરકારી હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માત સમયે ક્રેનની આસપાસ 1500 જેટલા શ્રદ્ધાળુઓ હાજર હતા. નેમિલી જિલ્લા કલેક્ટર સુમાથી, ગ્રામ વહીવટી અધિકારી મણિકંદન અને પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.
Published by:Priyanka Panchal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર