મક્કાની મસ્જિદમાં 'ગેમ' રમતી મહિલાઓની તસવીર વાયરલ

News18 Gujarati
Updated: February 23, 2018, 12:14 PM IST
મક્કાની મસ્જિદમાં 'ગેમ' રમતી મહિલાઓની તસવીર વાયરલ
મસ્જિદ પરિસરમાં ગેમ રમી રહેલી મહિલાઓ

સોશિયલ મીડિયા પર આ તસવીર વાયરલ થયાના થોડા જ કલાકોમાં સાઉદી અરેબિયાના અધિકારીઓએ એક નિવેદન જાહેર કર્યું છે.

  • Share this:
સાઉદી અરેબિયાના પવિત્ર શહેર મક્કાની એક તસવીર વાયરલ થઈ રહી છે. આ તસવીરમાં બુરખો પહેરેલી ચાર મહિલાઓ બોર્ડ ગેમ રમતી નજરે પડી રહી છે. ચારેય મહિલાઓ મક્કાની પવિત્ર મસ્જિદની પરિસરમાં બેઠી છે.

આ તસવીર વાયરલ થયા બાદ વિવાદ થયો છે. સોશિયલ મીડિયા પર આ તસવીર વાયરલ થયાના થોડા જ કલાકોમાં સાઉદી અરેબિયાના અધિકારીઓએ એક નિવેદન જાહેર કર્યું છે.

સાઉદીના અધિકારીઓએ કહ્યું છે કે, 'ગત શુક્રવારે સવારે 11 વાગ્યે પવિત્ર મસ્જિદમાં અમુક સુરક્ષા અધિકારીઓએ અમુક મહિલાઓને બોર્ડ ગેમ 'સિક્વેન્સ' રમતી જોઈ હતી. બાદમાં અમે તાત્કાલિક મહિલા સુરક્ષા ગાર્ડ્સને તેમની પાસે મોકલ્યા હતા. સુરક્ષા ગાર્ડ્સે તેમને અહીં આવું ન કરવાનું જણાવ્યું હતું. સુરક્ષા ગાર્ડ્સની વાત માનીને મહિલાઓએ તાત્કાલિક ગેમ રમવાનું બંધ કરી દીધું હતું.

આ તસવીર પર લોકોની હજારો પ્રતિક્રિયાઓ આવી રહી છે. અનેક લોકો મહિલાઓના આવા કૃત્યની નિંદા કરી રહી છે, તેમજ મસ્જિદ પરિસરમાં ગેમ રમવાને અયોગ્ય ગણાવી રહ્યા છે.

આ પહેલા 2015માં મસ્જિદ-એ-નાબવીની અંદર અમુક યુવાઓ કાર્ડ રમતા હોય તેવી તસવીર સામે આવી હતી. બાદમાં સુરક્ષા ગાર્ડ્સે તેમની ધરપકડ કરી લીધી હતી.
First published: February 23, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...