છત્તીસગઢમાં નક્સલીઓ સાથે એન્કાઉન્ટરમાં BSFના 4 જવાન શહીદ, બે ઘાયલ

પ્રતીકાત્મક તસવીર

લોકસભા ચૂંટણીના બહિષ્કાર માટે નક્સલી સતત પોતાના પ્રભાવવાળા વિસ્તારોમાં બેનર પોસ્ટર જાહેર કરી રહ્યા છે

 • Share this:
  જીવાનંદ હલ્દર: છત્તીસગઢના કાંકરેમાં સુરક્ષા દળોના જવાનો અને નક્સલીઓની વચ્ચે એન્કાઉન્ટર થયું છે. આ એન્કાઉન્ટરમાં બીએસએફના 4 જવાન શહીદ થયા છે. એક જવાનની ઓળખ ઈ. રામકૃષ્ણન તરીકે થઈ છે. એન્કાઉન્ટરમાં બે અન્ય જવાન ઘાયલ થવાના અહેવાલ છે. કાંકરેના પ્રતાપુર પોલીસ સ્ટેશન વિસ્તારના મહલા ગામમાં એન્કાઉન્ટર થયું છે. બીએસએફની 114 બટાલિયનના જવાનોની સાથે નક્સલીઓનું એન્કાઉન્ટર થયું. ઘાયલોને પખાંજુર સ્થિત સિવિલ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે.

  ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણીના બહિષ્કાર માટે નક્સલી સતત પોતાના પ્રભાવવાળા વિસ્તારોમાં બેનર પોસ્ટર જાહેર કરી રહ્યા છે. નક્સલી સતત સુરક્ષા દળના જવાનોને ટાર્ગેટ કરી રહ્યા છે. કાંકરેના પખાંજુરમાં પણ નક્સલી ચૂંટણી બહિષ્કારની ચેતવણી આપતા રહે છે.

  એન્ટી નેશનલ ઓપરેશનના ડીઆઈજી સુંદરાજ પીએ ઘટનાની પુષ્ટિ કરી છે. જવાનના શહીદ થવાની જાણકારી પણ આપી છે. સુંદરાજનું કહેવું છે કે ચાર જવાન શહીદ અને બે જવાન ઘાયલ થયા છે. વધુ વિગતોની પ્રતિક્ષા કરવામાં આવી રહી છે.
  Published by:Mrunal Bhojak
  First published: