નાગૌર : રાજસ્થાન (Rajasthan)માં લગ્ન સમયે મામેરા (Mayara) ભરવાની વિધિ થાય છે. નાગૌર (Nagaur)જિલ્લામાં પ્રશંસનીય ઘટના સામે આવી છે. પોતાના દિવંગત ભાઈની ઈચ્છા પૂરી કરવા માટે તેના ચાર નાના ભાઈઓએ એકની એક બહેનની દીકરીઓના લગ્નમાં 71 લાખ આપ્યા છે. જેમાં ભાઈઓએ 51 લાખ રૂપિયા રોકડા, 25 તોલા સોનું અને એક કિલો ચાંદીના દાગીના અને અન્ય વસ્તુઓ મામેરામાં રજૂ કરી હતી. આ ભાઈઓએ પોતાની ભાણીના લગ્નમાં બહેનને ત્યાં મામેરું ભર્યું હતું. ભાઈઓએ તેમની બહેનને પણ 500-500 રૂપિયાની નોટોથી શણગારેલી ચૂંદડીથી શણગારી હતી.
નાગૌર બહેનો માટે મામેરા ભરવા માટે પ્રખ્યાત છે. અહીં દર વર્ષે કોઈને કોઈ વ્યક્તિ એવું મામેરુ ભરી દે છે, જેની ચારે તરફ ચર્ચા થાય છે. ગત વર્ષે બોરીમાં રૂપિયા લાવીને ભાઈઓએ મામેરુ ભર્યું હતું, ત્યારબાદ આ વર્ષે 51 લાખ રૂપિયા રોકડા અને 25 તોલા સોનાનું મામેરુ ભરાયું છે. નાગૌર જિલ્લામાં મામેરાની પરંપરા અનોખી રહી છે. હવે સમય સોશિયલ મીડિયાનો છે, ત્યારે આવા હીરોની ચર્ચા ચારે બાજુ ફેલાઇ જાય છે. આ વખતે લાડનુંમાં ભરાયેલ મામેરું ચર્ચાનો વિષય બન્યું છે.
માન અને સન્માનની વિધિ છે મામેરું
મામેરું નાગૌર જિલ્લામાં પરંપરા સાથે સન્માનની વિધિ તરીકે પ્રચલિત છે. લાડનુંમાં ખેડૂત પરિવાર સાથે જોડાયેલા મામાઓએ મંગળવારે પોતાની બે ભત્રીજીના લગ્નમાં લગભગ 71 લાખ રૂપિયાનું મામેરું લાવ્યા હતા. જ્યારે આ કાકાઓ નોટો અને દાગીના થાળીમાં લાવ્યા ત્યારે બધાને આશ્ચર્ય થયું હતું. ભાઈઓનો આ પ્રેમ જોઈને એકની એક બહેન ખૂબ ખુશ થઈ ગઈ હતી. એટલું જ નહીં, ભાઈઓએ બહેનને 500-500 રૂપિયાની નોટોથી શણગારેલી ચૂંદડી પણ ચઢાવી હતી.
લાડનુંની રહેવાસી સીતા દેવીની બે પુત્રીઓ પ્રિયંકા અને સ્વાતિના લગ્ન મંગળવારે 19 એપ્રિલના રોજ થયા હતા. 5 ભાઈઓમાં સીતા એકની એક બહેન છે. સીતા દેવીના મોટા ભાઈ રામનિવાસનું ત્રણ વર્ષ પહેલા નિધન થયું હતું. તે ઈચ્છતો હતો કે બહેનની મામેરું ભરવામાં આવે ત્યારે તેની ચર્ચા થવી જોઈએ. માયરામાં કોઈ પણ રીતે કમી રહે નહીં. આના પર નાગૌર જિલ્લાના રાજોદ ગામના રહેવાસી ચાર ભાઈઓ સુખદેવ, મેગ્નારામ, જગદીશ, જેનારામ અને ભત્રીજા સહદેવ રેવર મામેરું લઈને આવ્યા હતા.
સગાં વહાલાંની હાજરીમાં થઈ માયરાની વિધિ
માયરામાં ભાઈઓ 51 લાખ રૂપિયા રોકડા, 25 તોલા સોનું અને બીજી ઘણી વસ્તુઓ લઈ આવ્યા હતા. મૃતક મોટાભાઈની ઈચ્છા મુજબ આ ચારેય નાના ભાઈઓ લાંબા સમયથી આ માટે રૂપિયા એકત્ર કરતા હતા. મામેરાની વિધિ વાજતેગાજતે થાય તેવી પરિવારની ઈચ્છા હતી. જેથી ચાર કાકાઓ 51 લાખ 11 હજાર રૂપિયા, 25 તોલા સોનું અને 1 કિલો ચાંદીના દાગીના લઈને આવી પહોંચ્યા હતા. આ ઉપરાંત બહેનના સાસરીયાઓને પણ સોના ચાંદીના દાગીના ભેટ સ્વરૂપે આપવામાં આવ્યા હતા.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર