મણિપુરમાં આર્મી પર હુમલો, 3 જવાન શહીદ, 6ની હાલત ગંભીર

News18 Gujarati
Updated: July 30, 2020, 12:33 PM IST
મણિપુરમાં આર્મી પર હુમલો, 3 જવાન શહીદ, 6ની હાલત ગંભીર
પ્રતીકાત્મક તસવીર

પીપલ્સ લિબરેશન આર્મીના આતંકવાદીઓએ ઘાત લગાવીને કરેલા હુમલામાં 4 આસામ રાઇફલ્સ યૂનિટ ના ત્રણ જવાન શહીદ થયા

  • Share this:
ઇમ્ફાલઃ મણિપુર Chandel Manipur)માં આર્મી (Indian Army) ની એક ટીમ પર ઘાતક હુમલો કરવામાં આવ્યો છે જેમાં 3 જવાન શહીદ થઈ ગયા છે અને 6ની હાલત ગંભીર હોવાના અહેવાલ છે. સમાચાર એજન્સી ANI મુજબ મ્યાનમારની સરહદની પસો ચંદેલમાં સ્થાનિક સમૂહ પીપલ્સ લિબરેશન આર્મીના આતંકવાદીઓએ ઘાત લગાવીને કરેલા હુમલામાં 4 આસામ રાઇફલ્સ યૂનિટ (4 Assam Rifles unit)ના ત્રણ જવાન શહીદ થયા છે અને ચાર ઘાયલ થયા છે.

ANI અનુસાર આતંકવાદીઓએ પહેલા IED બ્લાસ્ટ કર્યો અને પછી સૈનિકો પર ફાયરિંગ કર્યું. ઇમ્ફાલથી 100 કિલોમીટર દૂર આ ક્ષેત્રમાં રિઇન્ફોર્સમેન્ટ મોકલવામાં આવી છે.

આ પણ વાંચો, New Education Policy 2020: બોર્ડ પરીક્ષાથી લઈને કોલેજ સુધી, જાણો નવી શિક્ષણ નીતિમાં શું-શું બદલાયું

મળતી માહિતી મુજબ, ઘાયલ સૈનિકોને ફમ્ફાલ પશ્ચિમ જિલ્લા સ્થિત મિલિટ્રી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો, રામ મંદિર શિલાન્યાસઃ PM મોદી 5 ઓગસ્ટે રામલલા પર બહાર પાડી શકે છે પોસ્ટલ સ્ટેમ્પ

નોંધનીય છે કે, ગયા વર્ષે ચંદેલ જિલ્લામાં જ આસામ રાઇફલ્સના કેમ્પ પર ઉગ્રવાદીઓએ હુમલો કર્યો હતો. ઉગ્રવાદીઓએ સૈન્ય કેમ્પમાં બોમ્બ ફેંક્યા હતા. ત્યારબાદ બંને તરફથી ફાયરિંગ થયું હતું. ત્યારબાદ ઉગ્રવાદી નજીકની પહાડીમાં ભાગી ગયા હતા. આ હુમલામાં આર્મીના કોઈ જવાન હતાહત નહોતા થયા.
Published by: Mrunal Bhojak
First published: July 30, 2020, 12:10 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading