ઘરમાં 17 વર્ષીય યુવતી અને 50 વર્ષીય મહિલાની અર્ધનગ્ન હાલતમાં મળી હતી લાશ, હવે થયો ચોંકાવનારો ખુલાસો

પોલીસે રૂપિયા અને લૂંટના સામાન સાથે ચાર આરોપીઓની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કર્યા

double murder case - 30 ઓક્ટોબરે થયેલ ડબલ મર્ડરનો કેસ પોલીસે ઉકેલી નાખ્યો

  • Share this:
    રાયબરેલી : ઉત્તર પ્રદેશના (uttar pradesh)રાયબરેલી (Raibareli) જિલ્લામાં 30 ઓક્ટોબરે થયેલ ડબલ મર્ડરના કેસમાં (Double Murder Case)ચોંકાવનારો ખુલાસો થયો છે. ભાણાએ પૈસાની લાલચમાં મિત્રો સાથે મળીને મામી અને બહેનની હત્યા કરી હતી. પોલીસે રૂપિયા અને લૂંટના સામાન સાથે ચાર આરોપીઓની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કર્યા છે. મંગળવારે ઘટનાનો ખુલાસો કરતા એસપી શ્લોક કુમારે જણાવ્યું કે લાલગંજ કોતવાલીના આનાપુર ગામ નિવાસી અંકિત સિંહ મૃતક રાધા સિંહનો ભાણો છે. આરોપી અંકિતે પોલીસને જણાવ્યું કે મામી રાધા સિંહ પાસે ઝવેરાત અને પૈસા રાખેલા હતા. તેને પૈસાની જરૂર હતી. મામી પાસે માંગ્યા તો તેમણે આપવાની ના પાડી હતી.

    આરોપીએ પોતાના ગામના રાજ યાદવ, અંજની દ્વિવેદી અને મોહમ્મદ રઇસ સાથે પ્લાન કર્યો હતો કે જે દિવસે મામીનો છોકરો ઘરે નહીં હોય તે દિવસે મામી અને તેમની બહેનની પુત્રીની હત્યા કરીને ઝવેરાત લૂંટી લઇશું. 30 ઓક્ટોબરે બાઇકથી 6 કલાકે અમે મામીના ગામ પહોંચ્યા હતા. પહેલા ચા પીધી હતી. મામી સાથે વાત કરી રહ્યા હતા અને સેજલ જ્યારે ઘરની અંદર ગઇ તો ઘરની બહારવાળા રૂમમાં લઇ જઈને મામીનું ગળું કાપીને હત્યા કરી દીધી હતી. સેજલ અમને ઓળખતી હતી એટલે ઘરની અંદર જઈને તેની પણ ચપ્પાથી ગળું કાપીને હત્યા કરી નાખી હતી. આ પછી ઘરમાં રાખેલા ઝવેરાત અને 44 હજાર કેશ લઇને ભાગી નીકળ્યા હતા.

    આ પણ વાંચો - suicide news : online ગેમની લતે લીધો યુવકનો જીવ, ત્રણ બહેનોએ એકનો એક ભાઈ ગુમાવ્યો

    તમને જણાવી દઈએ કે 30 ઓક્ટોબરે ઘરમાં રાધા (50) અને તેની ભાણી સેજલ (17)ની અર્ધનગ્ન હાલતમાં લાશ મળી હતી. સ્થાનીય લોકોના મતે રાધાનો પતિ સૂર્યભાન સિંહ લગભગ 10-12 વર્ષ પહેલા ઘરથી ગુમ થઇ ગયો હતો. ત્યારથી અત્યાર સુધી તેની કોઇ ભાળ મળી નથી. રાધાનો પુત્ર માતા સાથે રહેતો હતો. તે પીકઅપ ગાડી ચલાવે છે અને ઘટના સમયે ગાડી લઇને મધ્ય પ્રદેશના શિવપુરી ગયો હતો. તેની પત્ની ગાજીપુરમાં સિપાહી છે અને ત્યાં જ રહે છે.

    મધ્ય પ્રદેશ : પત્નીની હત્યા કરી પોતે આત્મહત્યા કરી

    પત્નીની હત્યા કરીને આત્મહત્યા (Suicide)કરનાર પનવાર સ્ટેશન પ્રભારી હિરા સિંહના મામલે મોટો ખુલાસો થયો છે. હિરા સિંહની સુસાઇડ નોટ પોલીસને (Police)મળી આવી છે. પત્નીની બેવફાઇના કારણે તેમણે પહેલા પત્નીની હત્યા (Murder)કરી હતી અને પછી પોતે આત્મહત્યા કરી લીધી હતી. સુસાઇડ નોટમાં (Suicide note)તેમણે પત્નીના લવ ટ્રાએંગલની વાત લખી છે. તેમાં લખ્યું છે કે હું તેને પ્રેમ કરતો હતો તેથી જીવ લઇ રહ્યો છું અને જીવ આપી રહ્યો છું.
    Published by:Ashish Goyal
    First published: