PM મોદીના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકારે ચેતવ્યા, આવી શકે છે કોરોનાની ત્રીજી લહેર, આપણે રહેવું પડશે તૈયાર

PM મોદીના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકારે ચેતવ્યા, આવી શકે છે કોરોનાની ત્રીજી લહેર, આપણે રહેવું પડશે તૈયાર
PM મોદીના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકારે ચેતવ્યા, આવી શકે છે કોરોનાની ત્રીજી લહેર, આપણે રહેવું પડશે તૈયાર

તેમણે કહ્યું- હાલ વાયરસનો કોઇ એવો વેરિઅન્ટ નથી જેના પર વેક્સીન પ્રભાવી ના હોય

  • Share this:
    નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર કે. વિજયરાઘવને (Principal Scientific Advisor to PM)કહ્યું કે કોરોનાની ત્રીજી લહેર પણ આવી શકે છે. જે રીતે હાલ વાયરસનો પ્રસાર થયો છે તેને જોતા કહી શકાય કે કોરોનાની ત્રીજી લહેર જરૂર આવશે. આ માટે આપણે અત્યારથી તૈયારી રાખવી પડશે. વિજયરાઘવને કોરોનાના નવા વેરિએંટ્સના વધારે સંક્રામક હોવાની વાત નકારી છે. તેમણે કહ્યું કે નવો વેરિએંટ્સ પણ ઓરિજનલ વેરિએન્ટની જેમ જ સંક્રમણ છે. તેનામાં સંક્રમણની નવા પ્રકારની ક્ષમતા નથી.

    એપ્રિલ મહિનામાં ન્યૂઝ 18ને આપેલા ઇન્ટરવ્યૂમાં કે. વિજયરાઘવને કહ્યું હતું કે કોરોનાની બીજી લહેરનો પીક આ મહિનાના અંત સુધી આવી શકે છે. તેમણે કહ્યું હતું કે હાલ વાયરસનો કોઇ એવો વેરિઅન્ટ નથી જેના પર વેક્સીન પ્રભાવી ના હોય. તેમણે કોરોના સંક્રમણની ભયાનક સ્થિતિને લઇને કહ્યું કે આવું કોઇ એક નહીં પણ ઘણા કારણોથી થયું છે.



    આ પણ વાંચો - અમદાવાદ : ફરજને સલામ, લગ્નના ચોથા જ દિવસે ફરજ પર હાજર થઇ લાગી ગયા કોરોના દર્દીની સેવામાં

    વિજયરાઘવનનું કહેવું છે કે વાસ્તવિકતામાં ઘણી મોટી સંખ્યામાં કેસ સામે આવી રહ્યા છે જે ગંભીર ચિંતાનો વિષય છે. જોકે પીક અને ફોલ પર ધ્યાન આપવામાં આવે તો તેમાં લગભગ 12 સપ્તાહનો સમય લાગી શકે છે. આ સમયને રાજ્યો અને જિલ્લાના સંદર્ભમાં જોવા પડશે. સંપૂર્ણ રૂપમાં કેસમાં ઘટાડો થવામાં વધારે સમય લાગશે પણ આ મહિનાના અંત કે આગામી મહિનાની શરૂઆતમાં કેસ ઓછા થતા જોવા મળશે.

    આ સિવાય નવા સ્ટ્રેઇનને જોતા હેલ્થકેયરના દરેક પક્ષ પર ધ્યાન આપવું પડશે. પછી તે સોશિયલ ડિસ્ટન્સિંગ હોય, સ્ટ્રેઇનનું વિશ્લેષણ હોય કે મોટી સંખ્યામાં વેક્સીનેશન.
    Published by:Ashish Goyal
    First published:May 05, 2021, 17:49 pm

    ટૉપ ન્યૂઝ