Home /News /national-international /

ઇરાકમાં ISIS દ્વારા બંધક બનાવાયેલા 39 ભારતીયોની હત્યા: સુષ્મા

ઇરાકમાં ISIS દ્વારા બંધક બનાવાયેલા 39 ભારતીયોની હત્યા: સુષ્મા

27 જુલાઇનાં રોજ રાજ્યસભામાં ચર્ચા દરમિયાન મે કહ્યું હતું કે, જ્યાં સુધી કોઇ પુરાવો નહીં મળે ત્યાં સુધી હું તેમની હત્યા કે  મોતની જાહેરાત નહીં કરું

27 જુલાઇનાં રોજ રાજ્યસભામાં ચર્ચા દરમિયાન મે કહ્યું હતું કે, જ્યાં સુધી કોઇ પુરાવો નહીં મળે ત્યાં સુધી હું તેમની હત્યા કે  મોતની જાહેરાત નહીં કરું

નવી દિલ્હી:  ઇરાકમાં બંધક 39 ભારતીય નાગરિકોનાં મોત થઇ ગયા છે. વિદેશ મંત્રી સુષમા સ્વરાજે તેની પુષ્ટિ કરી છે સુષમા સ્વરાજે સ્પષ્ટા આપી દીધી છે કે, ટૂંક સમયમાં જ તમામ ભારતીયોનાં શબને દેશમાં લાવવામાં આવશે. જોકે સરકાર તરફથી હજુ સુધી તે સ્પષ્ટતા કરવામા આવી નથી કે તમામ ભારતીયોનું મોત ક્યારેય થયુ હતું.

ઓક્ટોબરમાં જ થયા હતા પરિવારજનોનાં DNA ટેસ્ટ
જો જુના નિવેદનો ધ્યાનમાં લેવામાં આવે તો 39 ભારતીયોમાંથી મનજિંદરની બહેને ગત વર્ષે ઓક્ટોબર મહિનામાં આ વિશે માહિતી આપી હતી. સરકાર તરફથી તેનો DNA ટેસ્ટ કરવામાં આવ્યો હતો. 21 ઓક્ટોબર,2017નાં રોજ મનજિંદરની બહેન ગુરપિન્દરે ન્યૂઝ એજન્સી ANIને જણાવ્યું હતુ કે, અમારા બધાનો DNA ટેસ્ટ કરવાની વાત થઇ હતી. કારણ નહોતુ જણાવવામાં આવ્યું. અમે તે વાતથી ઘણાં જ નર્વસ હતાં.



એવામાં સવાલ તે ઉઠે છે કે શું સરકારને ઓક્ટોબર મહિનાથી જ આશંકા હતી કે તમામ 39 ભારતીયોનું નિધન થઇ ગયુ છે. આ જ કારણથી તેમણે ઓક્ટોબર મહિનાથી જ તપાસ પ્રક્રિયા શરૂ કરી દીધી હતી.

પરિવારજનોનું શું છે કહેવું?
સુષમા સ્વરાજનાં નિવેદન બાદ પરિવારજનોનાં નિવેદન પણ સામે આવી રહ્યાં છે. કેટલાંક પરિવારજનોનું કહેવું છે કે, સરકાર તરફથી તેમણે સતત કહેવામાં આવ્યું હતું કે તેમનાં સંબંધીઓ જીવીત છે. પંજાબનાં જલંધરનાં દેવિન્દર સિંહની પત્નીએ કહ્યું કે, પતિ 2011માં ઇરાક ગયા હતાં. 15 જૂન 2014ને આખરે પતિ સાથે વાત કરી હતી. અમને સરકાર તરફથી કહેવામાં આવ્યું હતું કે તેઓ જીવિત છે. અમને સરકાર તરફથી કંઇજ નથી જોઇતું.





રાજ્યસભામાં સુષમા સ્વરાજે કરી હતી જાહેરાત
ઇરાકમાં બંધક 39 ભારતીય નાગરિકોનાં મોત થઇ ગયા છે. વિદેશ મંત્રી સુષમા સ્વરાજે તેની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે, હત્યા બાદ જમીનમાં દફનાવવામાં આવેલા તમામ શબને ડીપ પેનિટ્રેશન રડાર દ્વારા શોધવામાં આવ્યા હતાં. શબને બહાર કાઢીને તેમનાં DNA ટેસ્ટ પણ કરવામાં  આવ્યા હતાં.







સુષમા સ્વરાજે કહ્યું કે, ''27 જુલાઇનાં રોજ રાજ્યસભામાં ચર્ચા દરમિયાન મે કહ્યું હતું કે, જ્યાં સુધી કોઇ પુરાવો નહીં મળે ત્યાં સુધી હું તેમની હત્યા કે  મોતની જાહેરાત નહીં કરું. પણ આજે આ સમય આવી ગયો છે. હરજીત મસીની કહાની સાચી ન હતી.''

સુષમાએ રાજ્યસભા સભ્યોને સંબોધિત કરતાં કહ્યું કે, ''શબનાં અવશેષ બગદાદ મોકલવામાં આવ્યા હતાં. જ્યાં તેમનાં DNA સેમ્પલ લેવામાં આવ્યા  અને તેમને પંજાબ, હિમાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને બિહારમાં રહેતા તેમનાં સંબધીઓને મોકલવામાં આવ્યાં હતાં. ગત દિવસે અમને જાણકારી મળી
કે તમામ 38 શબનાં DNA મેચ થઇ રહ્યાં છે. અને 39માં વ્યક્તિનું DNA 70 ટકા મેચ થઇ રહ્યું છે ''

સુષમા સ્વરાજે જણાવ્યું કે, શબનાં અવશેષ પાછા લાવવા માટે જનરલ વીકે સિંહ ઇરાક જશે. શબનાં અવશેષ લેવા માટે વિમાન પહેલાં અમૃતસર અને  પછી પટના અને કોલકત્તા જશે.

વર્ષ 2014માં મોસુલથી ગૂમ થયા હતાં 39 લોકો

આપને જણાવી દઇએ કે તમામ 39 લોકો ઇરાકનાં મોસુલમાં કામ કરતાં હતાં 2014માં ISIS દ્વારા તેમનું અપહરણ થયુ હતું. ભારતીયોની શોધખોળ માટે તેમણે ભારતે ઇરાક પાસે મદદ માંગી હતી.
First published:

Tags: 39 Indian Killed Iraq, Rajysabha, સુષ્મા સ્વરાજ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन