Home /News /national-international /

લઠ્ઠાકાંડથી UPમાં હાહાકાર : 26નાં મૃત્યુ, યોગીએ આપ્યા કડક તપાસના આદેશ

લઠ્ઠાકાંડથી UPમાં હાહાકાર : 26નાં મૃત્યુ, યોગીએ આપ્યા કડક તપાસના આદેશ

પ્રતિકાત્મક તસવીર

મુખ્યમંત્રીએ યોગી આદિત્યનાથે ડીજીપીને કહ્યું કે, તેઓ જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહીનો જાતે જ નિર્ણય કરે,

  ન્યૂઝ 18 ગુજરાતી : આજે સવારે રૂડકીમાં લઠ્ઠાકાંડથી મૃત્યુ નિપજ્યા હોવાની ઘટનાની સાથે કુશીનગર અને સહરાનપુરમાં પણ ઝેરીલો દારૂ પીવાથી અત્યારસુધીમાં લગભગ 26 લોકોના મૃત્યુ નીપજી ચુક્યા છે. આ સાથે આશરે 12થી વધુ લોકો ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. લઠ્ઠાકાંડથી મરનારાઓની સંખ્યાને ધ્યાને રાખતા ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ મામલે જિલ્લા અધિકારીઓને સખત કાર્યવાહી કરવાના આદેશો જારી કરી દીધા છે. ઉત્તરાખંડમાં પણ આવે જ બનાવમાં 12 લોકોએ જીવ ગુમાવ્યો છે.

  કુશીનગરના તરયાસુજન પોલીસ સ્ટેશન ક્ષેત્રમાં 5 લોકોના ગુરુવારે, જયારે બુધવારે 5 લોકોના મૃત્યુ થયા હતા. શુક્રવારે સહરાનપુરમાં અલગ-અલગ ગામોમા 16 લોકોના મૃત્યુ લઠ્ઠો પીવાથી થયા હતા. બિનઅસરકારક કાર્યવાહીના પગલે ઉત્તરપ્રદેશમાં બુટલેગરો બેફામ બન્યા છે. આ પૂર્વે આજે રૂડકીમાં પણ 12 લોકોના મૃત્યુના સમાચારો આવ્યા હતા.

  આ ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખતા વહીવટીતંત્રએ લગભગ 13 જવાબદાર કર્મચારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે.

  હાલ ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથની સરકાર છે. જાણકાર સૂત્રોના કહેવા મુજબ પોલીસની નજર સામે પૂર્વીય ઉત્તર પ્રદેશથી માંડીને છેક પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં દેશી શરાબની ગેરકાયદે ભઠ્ઠીઓ ચાલી રહી છે.

  આ અગાઉ અખિલેશ સરકારમાં ઉન્નાવ અને લખનૌમાં ઝેરી દારૂ પીવાથી 33 લોકોના મોત નિપજ્યા હતા ત્યારે પણ કોઈ ઠોસ કાર્યવાહી થઇ નહોતી. એ સમયે અખિલેશે એવી ડીંગ મારી હતી કે હવે પછી જે વિસ્તારમાં ઝેરી શરાબથી મૃત્યુ થશે એ વિસ્તારના પોલીસ સ્ટેશનને એ ઘટના માટે જવાબદાર ગણીને એના સ્ટાફ સામે પગલાં લેવાશે.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Daru, Desi daru, Spurious liquor, Wine, ઉત્તરપ્રદેશ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन