સીધી. મધ્ય પ્રદેશ (Madhya Pradesh)ના સીધી (Sidhi)ની નજીક એક ભીષણ દુર્ઘટના (Bus accident) બની છે. સીધીથી સતના જઈ રહેલી મુસાફરોથી ભરેલી બસ અનિયંત્રિત થઈને બાણસાગર નહેરમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં 42 મુસાફરોનાં મોત થયા છે. 7 મુસાફરોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. બાકીના લોકોની શોધખોળ ચાલી રહી છે.
બીજી તરફ રાજ્યના મુખ્યમંત્રી શિવરાજ સિંહે સરકાર તરફથી વળતરની જાહેરાત કરી છે. દરેક મૃતકના પરિવારને 5 લાખ રૂપિયા આપવામાં આવશે.
MP: A bus, carrying around 54 passengers, fell into a canal in Sidhi after the driver lost control over it. 7 people rescued, search underway for rest of the passengers. A team is present at spot, operation is underway. Bus was going from Sidhi to Satna when the incident occurred pic.twitter.com/clmUfYdoQd
સીધી બસ દુર્ઘટના બાદ મધ્ય પ્રદેશમાં આજે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ યોજાનારા ગૃહપ્રવેશ કાર્યક્રમને સ્થગિત કરી દેવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે મધ્ય પ્રદેશને ભેટ મળવાની હતી. મંગળવારે (16 ફેબ્રુઆરી) વસંત પંચમીના પ્રસંગે પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ માટે એક મોટો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.
દુર્ઘટના બાદ બાણસાગર ડેમથી છોડવામાં આવતું પાણી બંધ કરી દેવામાં આવ્યું છે જેનાથી બસને પાણીના તેજ વહેણમાંથી તણાઇ જતાં રોકી શકાય. ક્રેનની મદદથી પહેલા બસને શોધવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો, દિલ્હીની સરહદો પર કિસાન આંદોલન નબળું પડી રહ્યું છે કે ખેડૂતોએ બનાવી કોઈ નવી રણનીતિ? જબલાનાથ પરિહાર ટ્રાવેલ્સની આ બસ હતી. બસના માલિક કમલેશ્વર સિંહ છે. બસ સીધીથી સતના જઈ રહી હતી. 80 કિમીની સફર બાદ આ બસ દુર્ઘટનાનો શિકાર બની. બસની ફિટનેસ 02-05-2021 સુધીની છે અને બસની પરમિટ 12-05-2025 સુધીની છે. બસ સીધી બાદ ચુરહટ અને રામપુર નિકેન કસ્બથી પસાર થઈ અને ત્યારબાદ નહેરમાં ખાબકી ગઈ. નહેરમાંથી 7 મુસાફરોને બચાવી લેવામાં આવ્યા છે.
મધ્ય પ્રદેશના પરિવહન મંત્રી ગોવિંદ રાજપૂતે જણાવ્યું કે બસની પરમિટ રદ કરીને ટ્રાન્સપોર્ટ કમિશ્નરને આ દુર્ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. તપાસમાં જે પણ દોષી પુરવાર થશે તેને છોડવામાં નહીં આવે. ડેપ્યુટી ટ્રાન્સપોર્ટ કમિશ્નરને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર