સેનેગલમાં માર્ગ અકસ્માતો સામાન્ય માનવામાં આવે છે, મોટાભાગે ડ્રાઇવરની અનુશાસનહીનતા, નબળા રસ્તાઓ અને જર્જરિત વાહનોને કારણે આવી ઘટનાઓ સામે આવે છે.
અગ્નિશમન દળના અધિકારીએ AFPને જણાવ્યું હતું કે, રવિવારે મધ્ય સેનેગલના કેફ્રીન શહેર નજીક બે બસો અથડાતાં 38 લોકોના મોત થયા હતા અને 87 લોકો ઘાયલ થયા હતા.
તેમણે કહ્યું કે, અકસ્માતને પગલે, જે નં. 1 રાષ્ટ્રીય માર્ગે રવિવારે સવારે 3.15 વાગ્યે સ્થાનિક સમય મુજબ (03:15 GMT) તમામ પીડિતોને કેફ્રીન હોસ્પિટલ અને મેડિકલ સેન્ટરમાં ખસેડવામાં આવ્યા હતા.
પ્રમુખ અને અગ્નિશમન સેવાઓના જણાવ્યા અનુસાર, રવિવારે મધ્ય સેનેગલના કેફ્રીન શહેરની નજીક બે બસો અથડાતાં ઓછામાં ઓછા 38 લોકોના મોત થયા છે અને સંખ્યાબંધ લોકો ઘાયલ થયા છે.
જણાવી દઈએ કે, ઘટનાને લઈને પ્રમુખ મેકી સેલે સોમવારથી ત્રણ દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી હતી. રવિવારે એક ટ્વિટમાં તેણે એમ પણ કહ્યું હતું કે, 40 લોકોના મોત થયા છે અને ઘણાને ગંભીર ઇજાઓ પણ થઈ છે.
તેમણે કહ્યું કે, 'હું આ દુ:ખદ માર્ગ અકસ્માતથી ખૂબ જ દુઃખી છું. 'હું પીડિતોના પરિવારો પ્રત્યે મારી દિલથી સંવેદના વ્યક્ત કરું છું અને ઘાયલો ઝડપથી સાજા થાય તેવી મનોકામના કરું છું.'
જોકે સેનેગલના વકીલે એક અલગ નિવેદનમાં જણાવ્યું હતું કે, 38 લોકો માર્યા ગયા હતા.
સરકારી વકીલ, ચીખ ડીએંગે જણાવ્યું હતું કે, પ્રારંભિક તપાસ સૂચવે છે કે અકસ્માત ત્યારે થયો હતો જ્યારે જાહેર પરિવહનની બસનું ટાયર ફાટવાથી સામેથી આવતી બીજી બસ સાથે અથડાઈ હતી.
કર્નલ ચેખ ફોલ, જેઓ પશ્ચિમ આફ્રિકન દેશની નેશનલ ફાયર બ્રિગેડના ઓપરેશન્સનો હવાલો સંભાળે છે, તેમણે અગાઉ AFPને જણાવ્યું હતું કે, આ અકસ્માતમાં 38 લોકોના મોત થયા હતા અને 87 ઘાયલ થયા હતા.
આ અકસ્માત સ્થાનિક સમય મુજબ (0315 GMT) રવિવારે સવારે લગભગ 3.15 વાગ્યે થયો હતો, ફોલે AFPને જણાવ્યું હતું કે, તમામ પીડિતોને કેફ્રીનમાં હોસ્પિટલ અને મેડિકલ સેન્ટરમાં ખસેડવામાં આવ્યા છે.
ઑક્ટોબર 2020 માં, પશ્ચિમ સેનેગલમાં રેફ્રિજરેટેડ લારી સાથે બસ અથડાતાં ઓછામાં ઓછા 16 લોકો માર્યા ગયા અને 15 વધુ ઘાયલ થયા હતા. 60-સીટની ક્ષમતા ધરાવતી બસ, મોરિટાનિયાની સરહદ નજીક રોસો તરફ જઈ રહી હતી, ફાયર બ્રિગેડે જણાવ્યું હતું કે, તેમાં સવાર લોકોની સંખ્યા પણ ઘણી હતી.
Published by:Samrat Bauddh
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર