ઈન્ટરનેટ વાપરવા માટે 35 KM દૂર જાય છે કાશ્મીરી, પ્રતિ કલાકનો ચાર્જ રૂ.350

ઈન્ટરનેટ વાપરવા માટે 35 KM દૂર જાય છે કાશ્મીરી, પ્રતિ કલાકનો ચાર્જ રૂ.350
ફાઈલ તસવીર

સરકાર તરફથી કેટલીક જગ્યાએ ઈન્ટરનેટ સેવા આપવા માટે સ્પેશિયલ સેન્ટરો બનાવવામાં આવ્યા છે. પરંતુ ભારે ભીડના કારણે સામાન્ય લોકોના કામ સરળતાથી નથી થતાં. કલાકો સુધી રાહ જોયા પછી લોકોને ખાલી હાથે ફરવું પડે છે.

 • Share this:
  શ્રીનગરઃ આ વર્ષે ઓગસ્ટમાં જમ્મુ કાશ્મીરમાંથી (Jammu Kashmir)આર્ટિકલ 370 (Article 370) ખતમ કરી દીધી છે. ત્યારબાદ અહીના વિસ્તારોમાં મોબાઈલ ફોન (Mobile phone) , ઈન્ટરનેટ (Internet) અને લેન્ડલાઈનની સર્વિસ ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. હવે ઘાટીમાં પરિસ્થિતિ સામાન્ય બની ગઈ છે. લોકો પોતાના મોબાઈલથી કોલ કરી શકે છે પરંતુ ઈન્ટરનેટનો ઉપયોગ નથી કરી શકતા . સરકાર તરફથી કેટલીક જગ્યાએ ઈન્ટરનેટ સેવા આપવા માટે સ્પેશિયલ સેન્ટરો બનાવવામાં આવ્યા છે. પરંતુ ભારે ભીડના કારણે સામાન્ય લોકોના કામ સરળતાથી નથી થતાં. કલાકો સુધી રાહ જોયા પછી લોકોને ખાલી હાથે ફરવું પડે છે.

  આ પણ વાંચોઃ-નેપાળમાં તીર્થયાત્રીઓ ભરેલી બસ ખીણમાં ખાબકી, 14 લોકોના મોત, 19 ઘાયલ  ઈન્ટરનેટ માટે ભારે ભીડ
  દક્ષિણ કાશ્મીરના કોકેરાંગની રહેનારી 18 વર્ષની સુમિત્રા વાણી ભારે ઠંડી વચ્ચે બે વખત અનંતનાગ ગઈ હતી. તેને આઈટી ઓફિસમાં જઈને મેડિકલનું રિઝલ્ટ ચેક કરવાનું હતું. પરંતુ ભારે ભીડના કારણે તેને કામ કર્યા વગર જ પરત ફરવું પડ્યું હતું. તેમણે કહ્યું કે, ત્યાં ખુબ જ ભીડ હતી. ચાર કમ્પ્યૂટર હતા. પરંતુ ભીડ એટલી બધી હતી કે, જગ્યા ન્હોતી.

  આ પણ વાંચોઃ-જરા ધ્યાન આપો! સોમવારથી તમારા SIMમાં થશે ફેરફાર, ટ્રાઈએ આપી જાણકારી

  ઈન્ટરનેટ માટે બનિહાલમાં લોકોનો જમાવડો
  ત્યારબાદ વાણીને કોઈએ બનિહાલ જવાની સલાહ આપી હતી. જ્યાં ઇન્ટરનેટના બ્રોડબેન્ડ કામ કરી રહ્યા છે. બનિહાલ રામબન જિલ્લામાં એક પહાડી વિસ્તાર છે. જમ્મુ ડિવિઝનમાં હોવાથી અહીં ઈન્ટરનેટ કામ કરી રહ્યા છે. અહીં 12 દુકાનોમાં ઈન્ટરનેટ કાફે છે. જ્યાં રૂ.350 પ્રતિકલાકના હિસાબથી ઈન્ટરનેટ સર્વિસ આપવામાં આવે છે.

  આ પણ વાંચોઃ-આ સરળ ટિપ્સ તમારા અનમોલ અંગ આંખની રાખશે કાળજી

  ઈન્ટરનેટ એક્સપ્રેસબનિહાલ પહોચવા માટે ટ્રેન કે બસોની સારી સુવિધા છે. અહીં સવારથી લઈને સાંજ સુધી લોકોની ભારે ભીડ રહે છે. મોટાભાગના લકો ઈન્ટરનેટનો ઉપયોગ કરવા માટે અહીં આવે છે. અનંતનાગથી બનિહાલ વચ્ચેનું અંતર 35 કિલોમિટર છે. અહીં સવારે નવ વાગ્યાની આસપાસ ભારે ભીડ જોવા મળે છે.

  લગભગ આ સમયે અનંતનાગથી બનિહાલ જવા માટે પહેલી ટ્રેન જાય છે. અહીં જવાવાળા લગભગ દરેક યાત્રી બનિહાલ જાય છે. તેઓ માત્ર ઈન્ટરનેટ માટે જાય છે. સવારથી લઈને સાંજ સુધી બનિહાલમાં સડકો ઉપર લોકોની ભીડ દેખાય છે. સાંજ થતાં થતાં આખું શહેર ખાલી થઈ જાય છે. આ ટ્રેનને લોકો ઈન્ટરનેટ એક્સપ્રેસ પણ કહે છે.
  First published:December 15, 2019, 18:02 pm

  टॉप स्टोरीज