15 ઓગસ્ટે PM મોદીને ગાર્ડ ઓફ ઓનર આપવા માટે ક્વૉરન્ટિન થયા 350 પોલીસ અધિકારી

News18 Gujarati
Updated: August 9, 2020, 7:38 AM IST
15 ઓગસ્ટે PM મોદીને ગાર્ડ ઓફ ઓનર આપવા માટે ક્વૉરન્ટિન થયા 350 પોલીસ અધિકારી
તમામ 350 પોલીસ અધિકારીઓને બહારની દુનિયાની દૂર રાખી રોજ કરવામાં આવે છે તપાસ, કોરોનાના પણ થાય છે ટેસ્ટ

તમામ 350 પોલીસ અધિકારીઓને બહારની દુનિયાની દૂર રાખી રોજ કરવામાં આવે છે તપાસ, કોરોનાના પણ થાય છે ટેસ્ટ

  • Share this:
નવી દિલ્હીઃ દેશ-વિદેશમાં કોરોના વાયરસ (Coronavirus)ના કહેરની અસર તમામ બાબતો પર પડી રહી છે. સ્વતંત્રતા દિવસ (Independence Day) સમારોહનો પણ તેમાં સમાવેશ થાય છે. કોરોના વાયરસ સંક્રમણને ધ્યાનમાં લેતા આ વખતે સ્વતંત્રતા દિવસ સમારોહ માટે ખાસ તૈયારી કરવામાં આવી રહી છે. આ વખતે 15 ઓગસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ને ગાર્ડ ઓફ ઓનર (Guard of Honour)આપનારા કાર્યક્રમનો હિસ્સો બનનારા 350 પોલીસકર્મીઓને ક્વૉરન્ટિન કરવામાં આવ્યા છે. આવું પગલું તકેદારીના ભાગ રૂપ ભરવામાં આવ્યું છે.

દિલ્હી કેન્ટમાં હાલમાં નવી પોલીસ કોલોની બની છે. તે હાલમાં મોટી સંખ્યામાં ખાલી પડી છે. અનેક પરિવાર હજુ ત્યાં શિફ્ટ નથી થયા. એવામાં ખાલી પડેલા ફ્લેટ્સમાં હવે આ 350 પોલીસકર્મીઓને રાખવામાં આવ્યા છે. આ 350 પોલીસકર્મીઓમાં કોન્સ્ટેબલ રેન્કથી લઈને ડીસીપી રેન્ક સુધીના પોલીસ અધિકારી સામેલ છે. આ તમામ પોલીસકર્મીઓને બહારની દુનિયાથી દૂર રાખવામાં આવ્યા છે. રોજેરોજ તેમના શરીરનું તાપમાન રેકોર્ડ થાય છે. સાથોસાથ કોરોના વાયરસ સંક્રમણના તમામ લક્ષણો માટે પણ તેમની તપાસ થાય છે.

આ પણ વાંચો, દારૂ ભરેલી ટ્રક પલટી તો પોલીસની હાજરીમાં જ લોકો બોટલો લૂંટીને ભાગ્યા, જુઓ Video

આ સંબંધમાં એક સીનિયર પોલીસ અધિકારીનું કહેવું છે કે આ પગલું 15 ઓગસ્ટના તમામ લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ભરવામાં આવ્યું છે. અમે તમામ પ્રકારની સાવધાની રાખી રહ્યા છીએ. તમામને ક્વૉરન્ટિન થયે 8 દિવસથી વધુ સમય થઈ ગયો છે. કોમ્પલેક્સની અંદર તમામ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવામાં આવી રહ્યું છે. કોઈનામાં પણ કોરોના વાયરસના લક્ષણ નથી જોવા મળ્યા.

આ પણ વાંચો, કમાલની Audi-ઘોડાગાડી, પેટ્રોલનો ખર્ચ બચાવી આ ખેડૂત લઈ રહ્યો છે લક્ઝરી કારની મઝા!

તેની પર પોલીસ ટ્રેનિંગ કૉલેજના સીએમઓ ડૉ. અમિત ત્યાગીનું કહેવું છે કે પોલીસકર્મી અલગ-અલગ સ્થળોથી આવે છે. કેટલાક તો રાજ્યની બહાર રહે છે અને નોકરી માટે રોજ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરે છે. કેટલાક પોલીસ સ્ટેશનના બેરોકોમાં રહે છે. એવામાં તેમને ગમે ત્યારે ઇન્ફેક્શન લાગી શકે છે. તેમને આઇસોલેટ કરવા તે સારું પગલું છે.
Published by: Mrunal Bhojak
First published: August 9, 2020, 7:38 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading