35 વર્ષીય મહિલાએ 16 વર્ષના કિશોર સાથે કર્યું 'ગંદુ કામ', પતિ અને સસરાએ માંગ્યા એક લાખ રૂપિયા

35 વર્ષીય મહિલાએ 16 વર્ષના કિશોર સાથે કર્યું 'ગંદુ કામ', પતિ અને સસરાએ માંગ્યા એક લાખ રૂપિયા
પ્રતિકાત્મક તસવીર

દબાઈ રાખવા માટે મહિલાના પતિ અને સસરાએ કિશોરના પરિવાર પાસેથી એક લાખ રૂપિયાની માંગણી કરી હતી. ત્યારે પરિવારે રકમ આપવાનો ઇન્કાર કર્યો હતો. ત્યારે કિશોરને રેપ કેસમાં ફસાવવાની ધમકી આપી હતી.

 • Share this:
  રાજગઢઃ સરકારના (Government) તમામ પ્રયાસો છતાં પણ રેપની ઘટનાઓ (rape case) રોકાવાનું નામ નથી લઈ રહી. મધ્ય પ્રદેશના (MadhaPradesh) રાજગઢ (Rajgadh) જિલ્લામાં એક સંવેદનશીલ મામલો સામે આવ્યો છે. અહીં 35 વર્ષીય મહિલાએ 16 વર્ષના કિશોરને હવસનો શિકાર બનાવ્યો હતો. આ ઘટનાની જાણ થતાં મામલો દબાઈ રાખવા માટે મહિલાના પતિ અને સસરાએ કિશોરના પરિવાર પાસેથી એક લાખ રૂપિયાની માંગણી કરી હતી. ત્યારે પરિવારે રકમ આપવાનો ઇન્કાર કર્યો હતો. ત્યારે કિશોરને રેપ કેસમાં ફસાવવાની ધમકી આપી હતી.

  મળતી માહિતી પ્રમાણે રાજગઢ પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. મહિલાને પોક્સો એક્ટ હેઠળ કલમ 5/6 અને તેના પતિ તેમજ સસરા સામે 384 અને 427 હેઠળ ધરપકડ કરવામાં આવી હતી.  રાજગઢ એસપી પ્રદીપ શર્માએ આ અંગે જાણકારી આપતા જણાવ્યુ હતું કે મહિલાએ પોતાના જ ગામમાં રહેતા એક સગીર યુવકનુ બે વખત યૌન શોષણ કર્યું હતું. જ્યારે 27 મેં મહિલાના ઘરના લોકોને આ અંગે જા થતાં તેમણે એક લાખ રૂપિયાની માંગણી કરી હતી.

  આ પણ વાંચોઃ-રામ રાખે તેને કોણ ચાખે! ટ્રક નીચે આવી ગયા બાઈક પર જતા બે યુવકો, ચમત્કારી રીતે બચતા યુવકોનો live video

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ પૂર્વ વિસ્તારનો કુખ્યાત બુટલેગર બંસી ઝડપાયો, 11 મોંઘીદાટ ગાડીઓ જપ્ત, બૂટલેગર કેવી રીતે બન્યો બંસી બિલ્ડર?

  જોકે કિશોરના પરિવારે રૂપિયા આપવાની ના પાડતા ખોટા રેપ કેસમાં ફસાવવાની ધમકી આપી હતી. ખૂબ જ દબાણ કરવા છતાં પણ પરિવાર માન્યો નહીં તો પતિ અને સસરાએ તેના ખેતરમાં જઈને પપૈયાના છોડ કાપી નાંખ્યા હતા.

  આ પણ વાંચોઃ-જૂનાગઢના પૂર્વ મેયરના પુત્રની હત્યાના આરોપી મચ્છર, ઋષિરાજ અને રામને ફિલ્મી ઢબે પીછો કરી દબોચી લીધા, કેમ કરી હત્યા?

  આ પણ વાંચોઃ-રાજકોટઃ વેજાગામમાં કૂવામાંથી મળી ભરવાડ પરિવારના ત્રણ ભાઈ-બહેનની લાશ, પરિવારો પર આભ તૂટી પડ્યું

  મહિલા અને તેના પરિવારના લોકોની કરતૂત જોઈને કિશોર ડિપ્રેશનમાં આવી ગયો હતો. અંતત તેણે પરેશાન થઈને રાજગઢ ચાઈલ્ડ હેલ્પલાઈનમાં ફોન કર્યો હતો. અને આખી ઘટનાની જાણકારી આપી હતી. ત્યારબાદ ચાઈલ્ડલાઈન રાજગઢ કાઉન્સિલર મીષ દાંગીએ કિશોરનું કાઉન્સિલિંગ કર્યું હતું. અને પોલીસને જાણ કરી હતી.  કાઉન્સિલર ડાંગીએ જણાવ્યું કે ઘટનાના કારણે કિશોર ડિપ્રેશનમાં આવી ગયો હતો. તેની સાથે બનેલી ઘટના વ્યક્ત પણ કરી શકતો ન હતો. તેને પોતાના પરિવારની બદનામીનો ડર સતાવતો હતો.
  Published by:ankit patel
  First published:June 03, 2021, 20:27 IST

  ટૉપ ન્યૂઝ