Home /News /national-international /

ખોવાયેલી ગાય મામલે મધ્યપ્રદેશમાં એક માણસને ઝાડ સાથે બાંધી હાથ કાપી નાખ્યા

ખોવાયેલી ગાય મામલે મધ્યપ્રદેશમાં એક માણસને ઝાડ સાથે બાંધી હાથ કાપી નાખ્યા

ગાય મામલે 35 વર્ષના એક વ્યક્તિને એક પરિવાર દ્વારા ઝાડ સાથે બાંધીને તેનો હાથ તલવાર વડે કાપી નાંખવામાં આવ્યો.

ગાય મામલે 35 વર્ષના એક વ્યક્તિને એક પરિવાર દ્વારા ઝાડ સાથે બાંધીને તેનો હાથ તલવાર વડે કાપી નાંખવામાં આવ્યો.

    આ દેશમાં ગાય મામલે વધુ એક ધૃણાસ્પદ કિસ્સો જાણવા મળ્યો છે. મધ્યપ્રદેશમાં ખોવાયેલી ગાય મામલે 35 વર્ષના એક વ્યક્તિને એક પરિવાર દ્વારા ઝાડ સાથે બાંધીને તેનો હાથ તલવાર વડે કાપી નાંખવામાં આવ્યો હતો. પોલીસે બે આરોપીની ધરપકડ કરી લીધી છે.

    મધ્યપ્રદેશના રાઇસીન ગામમાં રવિવારે પ્રેમ નારાયણ શાહુ સત્તુ યાદવાને ખેતરે ગયો અને તેની ખોવાયેલી ગાયની ભાળ મેળવવા માટે ત્યાં ગયો હતો. પ્રેમ નારાયણની ગાય શુક્રવારથી મળતી નહોતી. સાહુ તેની સાથે તલવાર લઇને ગયો હતો અને એવો આરોપ લગાવવામાં આવ્યો છે કે, તે સત્તુ યાદવાના ઘરમાં ઘુંસી ગયો.

    પોલીસની જણાવ્યા અનુસાર, જ્યારે પ્રેમ નારાયણ સત્તુ યાદવના ઘરમાં પ્રવેશ્યો ત્યારે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી.

    આ સ્ટોરી પણ વાંચો

    દુનિયા માટે આશ્ચર્ય બની ભારતની આ ગાય, બકરીથી પણ નાની છે સાઈઝ

    સાંસદ લીલાધર વાઘેલાને ગાયે અડફેટે લીધા, પાંચ પાંસળીમાં ફ્રેક્ચર

    આ દરમિયાન ઝઘડો વધુ ઉગ્ર બન્યો અને યાદવના પરિવારજનોએ પ્રેમ નારાયણ સાહુને પકડી લીધો અને માર મારવાનું શરૂ કર્યુ. તેને ઝાડ સાથે બાંધી દીધો અને પછી સત્તુ યાદવના પરિવારજનોએ તેનો જમણો હાથ તલવારથી કાપી નાંખ્યો. પ્રેમ નારાયણ ગંભીર રીતે ઘવાયેલો હતો. આ સમય દરમિયાન પિડીત નારાયણ સાહુએ મદદ માટે આજીજી કરી પણ ગામ લોકોએ મદદ ન કરી.

    કરુણાજનક બાબત એ છે કે, ગામ લોકોએ લોહીલુહાણ હાલતમાં મદદના આજીજી કરતા વ્યક્તિનો વીડીયો ઉતાર્યો પણ તેને મદદ ન કરી. સાહુએ આરોપીઓનાં નામ પણ આપ્યા તે જોરથી પાણીની માંગણી કરતો હતો.

    આ દરમિયાન પોડાશીએ પોલીસને જાણ કરીય પોલીસ આવી અને સાહુને નજીકની હોસ્પિટલ લઇ ગઇ. પોલીસે કપાયેલા હાથને પણ હોસ્પિટલ લઇ ગઇ. પ્રેમ નારાયણ સાહુને ભોપાલની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

    પોલીસે જણાવ્યુ કે, અમે બે આરોપીની ધરપકડ કરી લીધી છે અને આરોપી પરિવારના ત્રણ સભ્યો નાસતા ફરે છે.

    પોલીસે આરોપીઓ સામે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કર્યો છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: 35 year old man, Arm was chopped, Five, Madhya Pradesh village, Sword, Tied, Tree family

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन