Home /News /national-international /

BJPની પહેલી યાદીમાં 78 નેતાઓને ફરી મળી ટિકિટ, 35 પર છે ક્રિમિનલ કેસ

BJPની પહેલી યાદીમાં 78 નેતાઓને ફરી મળી ટિકિટ, 35 પર છે ક્રિમિનલ કેસ

પ્રતીકાત્મક તસવીર

Myneta.info નામની એક વેબસાઇટે જાણકારી આપી છે કે જે ચૂંટણી મેદાનમાં ઉતરેલા ઉમેદવારોના શપથ પત્રોનું વિશ્લેષણ કરે છે

  (શેખ સાલિક)

  ભારતમાં રાજકારણ અને અપરાધનો સંબંધો એટલો અતૂટ છે કે જો 'અપરાધિક રેકોર્ડ વગરના રાજનેતા'ની વાત કરવામાં આવે તો તે વિરોધાભાસ જેવું હશે. દેશ લોકસભા ચૂંટણીની તૈયારી કરી રહ્યું છે અને મતદાનમાં 25થી પણ ઓછા દિવસ બાકી છે, તો ફરી એકવાર તેની ચર્ચા કરવામાં આવી રહી છે.

  ભારતીય જનતા પાર્ટી (બીજેપી)એ ગુરુવારે 184 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી છે. 184 ઉમેદવારોમાંથી 35 (કુલ ઉમેદવારોના 19 ટકા)એ 2014માં પોતાની વિરુદ્ધ અપરાધિક કેસની જાહેરાત કરી હતી. Myneta.info નામની એક વેબસાઇટે જાણકારી આપી છે કે જે ચૂંટણી મેદાનમાં ઉતરેલા ઉમેદવારોના શપથ પત્રોનું વિશ્લેષણ કરે છે.

  અપરાધિક રેકોર્ડવાળા આ 35 બીજેપી ઉમેદવાર, તે 79 ઉમેદવારોમાં સામેલ છે, જેઓને 2014માં ટિકિટ મળી હતી. News18.com અન્ય 106 ઉમેદવારોનું વિશ્લેષણ નથી કરી શક્યું, કારણ કે તેઓએ હજુ સધી પોતાનું નામાંકત પત્ર દાખલ નથી કર્યું.

  આ પણ વાંચો, ભાજપની પ્રથમ યાદી : કયા મંત્રી પર મોદી-શાહે મૂક્યો જીતનો ભરોસો, કોની ટિકિટ કાપી?

  નામાંકન દરમિયાન ઉમેદવાર શપથ પત્ર આપે છે, જેમાં તેમણે પોતાની વિરુદ્ધ નોંધાયેલા અપરાધિક કેસની જાણકાીર આપવાની હોય છે, જો કોઈ છે તો.

  જોકે, 106 ઉમેદવારોએ પોતાનું નામાંકન પત્ર ભર્યા બાદ અપરાધિક રેકોર્ડવાળા ઉમેદવારોની સંખ્યામાં વધારો થવાનું અનુમાન છે.

  આ પણ વાંચો, હિમંતા બિસ્વા સરમા લોકસભાની ચૂંટણી કેમ નહીં લડે? અમિત શાહે આપ્યું કારણ

  Myneta.info મુજબ, 2014માં મહારાષ્ટ્રના ચંદ્રપુર સંસદીય ક્ષેત્રના ઉમેદવાર હંસરાજ ગંગારામ અહીરની વિરુદ્ધ સૌથી વધુ અપરાધિક કેસ નોંધાયેલા હતા. અગાઉની લોકસભ ચૂંટણી સુધી તેમની વિરુદ્ધ 11 અપરાધિક કેસ નોંધાયેલા હતા. અહીર 16મી લોકસભાના સભ્ય છે અને કેન્દ્રીય રાજ્ય મંત્રી છે.

  અહીર બાદ ઓડિશાના બાલાસોરથી પ્રતાપ સારંગનો નંબર આવે છે. સારંગની વિરુદ્ધ 10 અપારાધિક કેસ નોંધાયેલા હતા.

  આ પણ વાંચો, કોંગ્રેસનો ભાજપને ટોણો - 'અડવાણીને પહેલા ‘માર્ગદર્શક’ બનાવ્યાં, હવે બેઠક લઇ લીધી'

  નોંધનીય છે કે, અપરાધિક કેસવાળા નેતાઓની યાદીમાં બીજેપીના કદ્દાવર નેતા અને હાલની સરકારમાં અનેક મંત્રાલય સંભાળી રહેલા નિતિન ગડકરીનું નામ પણ સામેલ છે. 2014 સુધી ગડકરીની વિરુદ્ધ પાંચ અપરાધિક કેસ નોંધાયા હતા. આ યાદીમાં એક અન્ય જાણીતું નામ સાક્ષી મહારાજનું પણ છે.

  બીજેપીની પહેલી યાદીમાં 18 મહિલા ઉમેદવાર પણ છે, જે ચૂંટણી મેદાનમાં ઉતરશે. એ વાત પર ધ્યાન આપવું જોઈએ કે બીજેપી આવનારા દિવસોમાં અન્ય યાદી જાહેર કરશે.

  આ પણ વાંચો, લોકસભા ચૂંટણી: ગુજરાતમાં BJPના સ્પેશિયલ 26 કોણ? જુઓ- સંભવિત યાદી

  2014માં એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)એ 2014ની લોકસભા ચૂંટણીમાં 543 વિજેતાઓમાંથી 542ના શપથ પત્રોનું વિશ્લેષણ કર્યું એન જાણ્યું કે બીજેપીના 282માંથી 98 નેતાઓ (35 ટકા) પર અપરાધિક કેસ નોંધાયા હતા, જે યાદીમાં સૌથી વધુ હતા. બીજી તરફ, કોંગ્રેસના 44માંથી 8 ઉમેદવારો પર અપરાધિક કેસ નોંધાયા હતા.

  અધ્યયનમાં એવું પણ જાણવા મળ્યું કે, અપરાધિક રેકોર્ડવાળા ઉમેદવારોની જીતવાની શક્યતા અપરાધિક રેકોર્ડ વગરના ઉમેદવારોની તુલનમાં બેગણી હતી. અપરાધિક રેકોર્ડવાળા ઉમેદવારોની જીતવાની શક્યતા જ્યાં 13 ટકા હતી તો અપરાધિક રેકોર્ડ વગરના ઉમેદવારોની જીતવાની શક્યતા માત્ર 5 ટકા હતી.
  Published by:Mrunal Bhojak
  First published:

  Tags: ADR, Lok sabha election 2019, ભાજપ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन