Home /News /national-international /

નેપાળમાં વરસાદ અને તોફાનનો કહેર: 35નાં મોત, 400થી વધુ ઘાયલ

નેપાળમાં વરસાદ અને તોફાનનો કહેર: 35નાં મોત, 400થી વધુ ઘાયલ

100થી વધુ કર્મચારીઓ તોફાન પ્રભાવિત વિસ્તારોમાં કામ કરી રહ્યા છે. રેસ્કયૂ ઓપરેશન ચાલુ

100થી વધુ કર્મચારીઓ તોફાન પ્રભાવિત વિસ્તારોમાં કામ કરી રહ્યા છે. રેસ્કયૂ ઓપરેશન ચાલુ

    ભારતના પડોસી દેશ નેપાળમાં રવિવારે શરૂ થયેલા વરસાદ અને ભયંકર તોફાનના કારણે ભારે નુકસાન થવાના અહેવાલ આવી રહ્યા છ. તોફાનની ઝપેટમાં આવવાથી 35 લોકોના મોત થયા છે જ્યારે 400થી વધુ લોકો ઘાયલ થયા છે. હિમાલયન ટાઇમ્સના અહેવાલ મુજબ આ તોફાન દક્ષિણી જિલ્લા બારા અને પાસેના પરસામાં સાંજના સમયે આવ્યું હતું.

    બીજી તરફ, નેપાળની સેનાના પ્રવક્તાએ કહ્યું કે રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. તેઓએ કહ્યું કે, અમે કોઈ પણ ઇમરજન્સી માટે 2 MI 17 હેલિકોપ્ટર સ્ટેન્ડ બાય પર રાખ્યા છે. 100થી વધુ કર્મચારીઓ તોફાન પ્રભાવિત વિસ્તારોમાં કામ કરી રહ્યા છે. રેસ્કયૂ ઓપરેશન ચાલુ છે.

    આ પણ વાંચો, ISROએ ફરી રચ્યો ઈતિહાસ, EMISATની સાથે 28 સેટેલાઇટ લોન્ચ

    જિલ્લા પોલીસ કાર્યાલય મુજબ, પરસામાં ઘાયલોની સંખ્યામાં વધારો થઈ શકે છે. નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ લોકોના મોત પર સંવેદના વ્યક્ત કરી છે.

    નોંધનીય છે કે, 2012માં નેપાળમાં ભારે વરસાદથી પૂર આવ્યું હતું જેમાં લગભગ બે હજાર ઘર નષ્ટ થઈ ગયા હતા. નેપાળના ડાંગ જિલ્લામાં રાપ્તી નદીમાં આવેલા આ પુરમાં લગગભ 2000 હજાર ઘર વહી ગયા હતા. તેનાથી ચાર હજારથી વધુ લોકો પ્રભાવિત થયા હતા.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Heavy Storms, India-Nepal, KP Sharma Oli, Nepal, Rain alert

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन