વોશિંગટન : ચીનથી ફેલાયેલા કોરોના વાયરસે ઇટાલી, સ્પેનને બરબાદ કર્યા બાદ હવે અમેરિકામાં પણ હાહાકાર મચાવ્યો છે. અમેરિકામાં કોવિડ 19ને કારણે એક જ દિવસમાં 345 લોકોનો જીવ ગયો છે. જ્યારે 18 હજાર નવા કેસ સામે આવ્યા છે. નવા આંકડાની સાથે જ અમેરિકામાં કોરોના વાયરસને કારણે મૃત્યાંક 1550ની આસપાસ પહોંચી ગયો છે. જ્યારે સંક્રમિત લોકોની સંખ્યા એક લાખને પાર પહોંચી ગઈ છે.
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે ફેડરલ (આંતરિક બાબતોમાં સ્વતંત્ર) અધિકારી વાયરસના સંક્રમણના આધારે કાઉન્ટિઓ (તાલુકા કે વહીવટી વિભાગ)ને શ્રેણીબદ્ધ કરવા માટે નવી માર્ગદર્શિકા તૈયાર કરી રહ્યા છે. જેના કારણે કોરોનાને ખતરાને પગલે રાષ્ટ્રવ્યાપી આદેશોમાં છૂટ આપી શકાય.
રાજ્યોના ગવર્નરોને પત્ર લખીને ટ્રમ્પે કહ્યું છે કે નવા આદેશોથી રાજ્યનો સ્થાનિક નેતાઓને સામાજિક મેળાવડાથી દૂર રહેવા તેમજ અન્ય ઉપાયોને કાયમ રાખવા તેમને વધારવા કે છૂટ આપવાના અધિકારો મળશે. રાજ્ય તેમજ નગર પાલિકાઓ પાસે જરૂર લાગે ત્યારે પ્રતિબંધ લગાવવાનો અધિકાર હશે.
ફૉક્સ ન્યૂઝને આપેલા એક ઇન્ટરવ્યૂમાં ટ્રમ્પે જણાવ્યું કે, "હું માનું છું કે આપણે દેશના અમુક હિસ્સાને ખોલી દેવાની શરૂઆત કરી શકીએ છીએ. તમે જાણો જ છો કે કૃષિ ક્ષેત્ર, મધ્ય પશ્ચિમ વિસ્તારમાં આવું શક્ય છે. જ્યાં સુધી રાષ્ટ્રવ્યાપી બંધને હટાવી લેવામાં ન આવે ત્યાં સુધી આપણે અમુક વિસ્તારોમાં કામ કરવાની છૂટ આપી શકીએ છીએ."
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર