કોરોના દર્દીએ મોત પહેલા બનાવ્યો Video, કહ્યું- શ્વાસ નથી લઇ શકતા ડૈડી અને...

News18 Gujarati
Updated: June 29, 2020, 11:43 AM IST
કોરોના દર્દીએ મોત પહેલા બનાવ્યો Video, કહ્યું- શ્વાસ નથી લઇ શકતા ડૈડી અને...
કોવિડ દર્દી રવિ કુમાર

તેલંગાનામાં એક કોવિડ દર્દીએ મૃત્યુ પહેલા બનાવ્યો વીડિયો, પિતાને કહી આ દુ:ખદ વાત

  • Share this:
દેશમાં કોરોના સંક્રમિતો (Covid 19 Patient)ની સંખ્યા વધીને 5 લાખ 50 હજારની નજીક પહોંચી ગઇ છે. દર રોજ મોતના આંકડા પણ વધારો થઇ રહ્યો છે. આ વચ્ચે આંધ્ર પ્રદેશની રાજધાની હૈદરાબાદથી એક ખૂબ જ કરુણ ઘટના સામે આવી છે. અહીં એક હોસ્પિટલમાં કોવિડ 19 સંક્રમિત એક વ્યક્તિની મોત થઇ ગઇ છે. 34 વર્ષીય આ વ્યક્તિએ મૃત્યુ પહેલા પોતાનો પરિવારવાળોને એક કોલ અને મેસેજ પણ કર્યો હતો.

મીડિયા રિપોર્ટ મુજબ હૈદરાબાદની એક ચેસ્ટ હોસ્પિટલમાં દાખલ રવિ કુમાર નામના કોરોના દર્દીને શુક્રવારે મોત થઇ ગઇ. પરિવારને મળેલા વીડિયો મેસેજ મુજબ મૃત્યુ પહેલા રવિએ કહ્યું - ડેડી, હું શ્વાસ નથી લઇ શકતો, ઓક્સિજન નથી મળી રહ્યો. બાય પપ્પા બાય!

મૃતકના પરિવારજનોએ સતત હોસ્પિટલ પર આરોપ લગાવ્યો છે કે તેમની બેદરકારીના કારણે તેમના યુવાન પુત્રનું અકાળે નિધન થયું છે. પરિવારજનોનું કહેવું છે કે હોસ્પિટલ સ્ટાફે વેન્ટિલેટરને હટાવી દીધું હતું. જેના કારણે તેને શ્વાસ લેવામાં મુશ્કેલી થઇ રહી હતી. તેવામાં તેના હદયની ધડકન પણ રોકાઇ ગઇ હતી. પરિવારનો આરોપ છે કે હોસ્પિટલની બેદરકારીના કારણે તેમનો પુત્ર 3 કલાક સુધી તડપતો રહ્યો.

રવિના પિતા વેંકટેશે એક સેલ્ફી વીડિયો દ્વારા તેલંગાના સરકારની ખામી ગણાવી છે. તેમણે કહ્યું કે મારો પુત્ર 100-101 ડિગ્રી તાવ હતો. 23 તારીખે તેને હોસ્પિટલમાં લઇ ગયા અને કહ્યું કે કોરોનાના લક્ષણ છે. સરકારના આદેશ મુજબ અમે તેને જોઇ નહતા શકતા.

વધુ વાંચો : એક તરફ કોરોનાના કેસનો રાફડો ફાટ્યો, બીજી તરફ સુરતીઓ રવિવારે ઉજવણી કરવા નીકળી પડ્યાં

તેણે આગળ કહ્યું કે અમને કહેવામાં આવ્યો કે કોરોના ટેસ્ટ કરાવી લોકો. મેં કહ્યું કે તેવું કેવી રીતે કહી શકો કે કોરોના લક્ષણ છે. આ રીતે મેં 10-12 હોસ્પિટલના ચક્કર લગાવ્યા. પછી 24 તારીખે કારખાનામાં વિજયનું ડાયગ્નોસિસ કરવવામાં આવ્યું. પુત્રને શ્વાસની તકલીફ હતી જેના કારણે તેને નિમ્સ, ગાંધી, યશોદા જેવી હોસ્પિટલના ચક્કર લગાવડાયા. અને પછી એક ચેસ્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો.

તેમણે કહ્યું કે ખબર નહીં ત્યાં શું થયું તેને ઓક્સિજનથી હટાવી દેવામાં આવ્યો. બીજા દર્દીને લગાવવા ઓક્સિજન હટાવ્યો કે મારવા માટે ઓક્સિજન હટાવ્યો ખબર નહીં. જ્યારે કે કોરોના રિપોર્ટ નહતી આવી. મારા પુત્રનો સેલ્ફી વીડિયો જોઇને મારું મન બેસી ગયું તે મને સતત કહી રહ્યો હતો કે મારા ઓક્સિજન નીકાળી દીધો છે ડેડી હું શ્વાસ નથી લઇ શકતો

આ આરોપ પર ચેસ્ટ હોસ્પિટલના સુપરિટેન્ડેંટ મહબૂબ ખાને કહ્યું કે રવિ કુમાર નામનો વ્યક્તિ 24 તારીખે દાખલ થયો હતો. 26 તારીખે તેની મોત થઇ ગઇ. તે જ્યારે દાખલ થયો ત્યારે જ તેની તબિયત ખૂબ જ ખરાબ હતી. અમે તમામ રીતની તપાસ કરી હતી. તેમણે કહ્યું કે અમે તેનું ઓક્સિજન કે વેન્ટિલેટર નથી નીકાળ્યું. રવિ કુમારને કોરોનાના કારણે ફેંફસાની સાથે સાથે હદયને પણ અસર થઇ હતી. જાણવા મળ્યું છે કે યુવકને કોરોના પોઝિટિવ હતો તે વાતની પુષ્ટિ તેના અંતિમ સંસ્કાર પછી થઇ હતી.
First published: June 29, 2020, 11:22 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading