દિલ્હીના CM કેજરીવાલની દીકરી સાથે 34 હજારની ઠગી, OLX પર જૂનો સોફો વેચવા જતાં થઈ છેતરપિંડી

દિલ્હીના CM કેજરીવાલની દીકરી સાથે 34 હજારની ઠગી, OLX પર જૂનો સોફો વેચવા જતાં થઈ છેતરપિંડી
હર્ષિતા કેજરીવાલનો વિશ્વાસ જીતીને ઠગે આ યુક્તિ અપનાવીને કરી 34 હજાર રૂપિયાની છેતરપિંડી

હર્ષિતા કેજરીવાલનો વિશ્વાસ જીતીને ઠગે આ યુક્તિ અપનાવીને કરી 34 હજાર રૂપિયાની છેતરપિંડી

  • Share this:
    નવી દિલ્હી. ડિજિટલ ઈન્ડિયા (Digital India)ના સમયમાં હવે લોકો ઓનલાઇન ઠગી (Cyber Crime)ના ખૂબ જ સરળતાથી શિકાર બની રહ્યા છે. તેનું તાજેતરનું ઉદાહરણ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal)ની દીકરીની સાથે થયેલી ઓનલાઇન છેતરપિંડીનું છે.

    અરવિંદ કેજરીવાલની દીકરી હર્ષિતા (Harshita Kejriwal)એ પોતાના ઘરના જૂના સોફાને વેચવા માટે OLX પર એક એડ મૂકી હતી. પરંતુ તે સોફાને વેચવાને બદલે ઓનલાઇન ઠગીનો શિકાર બની ગઈ.



    સોફા વેચ્યા બાદ તેને ઓનલાઇન પેમેન્ટ તો ન મળ્યું પરંતુ ઉલટામાં તેના એકાઉન્ટથી બે ટ્રાન્ઝેક્શનમાં કુલ 34 હજાર રૂપિયા કપાઈ ગયા. એકાઉન્ટથી આટલી મોટી રકમ કપાતા અને OLXના માધ્યમથી સામાન વેચવાના બદલામાં રકમ નહીં મળવાની ફરિયાદ હર્ષિતાએ સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.

    હર્ષિતાની ફરિયાદ પર દિલ્હી પોલીસે (Delhi Police) કેસ નોંધી દીધો છે. મળતી માહિતી મુજબ દિલ્હી પોલીસના નોર્થ જિલ્લાની સાઇબર સેલ એ આ મામલામાં ઝડપથી તપાસ કરાવવાની શરૂઆત કરી દીધી છે. મામલો રવિવારનો હોવાનું કહેવાય છે.

    આ પણ વાંચો, દિલ્હી પોલીસના હેડ કોન્સ્ટેબલે માતા-પિતાની હત્યા કરી લાશોને આંગ ચાંપી, પોતે કરી દીધી આત્મહત્યા

    પોલીસને આપેલી ફરિયાદમાં હર્ષિતાએ જણાવ્યું કે તે પોતાના ઘરનો સોફા વેચવા માંગતી હતી. સોફા વેચવા માટે તેણે ઓનલાઇન OLX સાઇટ પર સોફાની પોસ્ટ મૂકી. તેનો ફોટો અપલોડ કર્યો. ત્યારબાદ કોઈએ સોફો ખરીદવામાં રસ દર્શાવ્યો હતો અને તેનો સંપર્ક કર્યો. ત્યારબાદ એક રકમ પણ નક્કી કરવામાં આવી.

    પોલીસનું કહેવું છે કે આરોપીએ ત્યારબાદ તેને રકમ મોકાલવા પર સહમતિ દર્શાવી અને એકાઉન્ટ નંબર સાચો છે તે સુનિશ્ચિત કર્યું. આવું એટલા માટે કરવામાં આવ્યું કે ક્યાંક એકાઉન્ટ નંબર ખોટો તો નથી ને. તેના માટે ઠગે પહેલા બે રૂપિયાની રકમ તેના એકાઉન્ટમાં જમા કરાવી. ત્યારબાદ હર્ષિતાને તેના પર વિશ્વાસ બેસી ગયો.

    પરંતુ આરોપીએ ઓનલાઇન ઠગીની નવી યુક્તિ અપનાવી. મળતી માહિતી મુજબ, અજ્ઞાત આરોપીએ હર્ષિતાને એક ક્યૂઆર કોડ એટલા માટે મોકલ્યો જેને સ્કેન કરીને પૈસા ટ્રાન્સફર કરીને એકાઉન્ટમાં મોકલી શકાય. પરંતુ તેના એકાઉન્ટમાં નાણા આવવાને બદલે તેમાંથી કપાઈ ગયા. જ્યારે હર્ષિતાએ તેને પૂછ્યું તો ઠગે જણાવ્યું કે ખોટો ક્યૂઆર કોડ સેન્ડ થઈ ગયો હતો. તે ફરી ક્યૂઆર કોડ મોકલી રહ્યો છે. તેને સ્કેન કરતાં કપાયેલી રકમ તમને પાછી આવી જશે અને જે સોફાની કિંમત નક્કી થઈ છે તે પણ આપના એકાઉન્ટમાં મોકલી આપીશ.

    આ પણ વાંચો, માત્ર 5 લાખ રૂપિયાથી શરૂ કરો આ બિઝનેસ, દર મહિને થશે 70 હજારની કમાણી




    સાઇબરી ઠગની આ ચાલમાં હર્ષિતા ફસાઈ ગઈ અને તેણે ફરી ક્યૂઆર કોડ સ્કેન કર્યો. ત્યારબાદ તેના એકાઉન્ટથી ફરી પૈસા કપાઈ ગયા. તેના એકાઉન્ટથી લગભગ 34 હજાર રૂપિયાની છેતરપિંડી થઈ હોવાની હર્ષિતા કેજરીવાલે ફરિયાદ કરી છે. હવે પોલીસ આ મામલા પર સાઇબર ક્રાઇમની તપાસ કરી ઠગને પકડવામાં લાગી ગઈ છે.
    Published by:Mrunal Bhojak
    First published:February 09, 2021, 08:43 am

    ટૉપ ન્યૂઝ