ભેળસેળવાળા દૂધના કેસમાં 32 વર્ષે આવ્યો ચુકાદો, આરોપીને થઈ 6 મહિનાની સજા
32 વર્ષે આવ્યો ચુકાદો
અહીં ઉલ્લેખનિય છે કે, ગત મહિને યૂપીના મહારાજગંજ જેવો જ એક મામલો સામે આવ્યો હતો, જ્યાં જિલ્લાની સિવિલ કોર્ટમાં 33 વર્ષ સુધી ચાલેલા કેસમાં દોષિતો વિરુદ્ધ આવેલા નિર્ણયમાં 1 દિવસની સજા સંભળાવી હતી.
મુઝફ્ફરનગર: ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરની કોર્ટે ભેળસેળવાળુ દૂધ વેચવાના મામલામાં ફરિયાદ નોંધાયા બાદ 32 વર્ષ બાદ એક વ્યક્તિને છ મહિનાની જેલની સજા સંભળાવવામાં આવી છે. એડીશ્નલ ચીફ જ્યૂડિશિયલ મજિસ્ટ્રેડ પ્રશાંત કુમારે ગુરુવારે આરોપી દૂધ વિક્રેતા હરબીર સિંહને મામલામાં દોષિત ઠેરવતા તેમના પર 5 હજાર રૂપિયાનો દંડ પણ લગાવ્યો છે.
અભિયોજન અધિકારી રામવાતાર સિંહે શુક્રવારે ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે, હરબીર સિંહ ભેળસેળવાળુ દૂધ વેચતા પકડાયો હતો. અભિયોજન અધિકારીએ કહ્યું કે, તેમના દ્વારા વેચવામાં આવેલા દૂધનો એક નમૂનો એકત્ર કર્યો અને તેને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યું જ્યાં તે ભેળસેળ હોવાનું સામે આવ્યું. રામાવતાર સિંહે કહ્યું કે, ફુડ ઈંસ્પેક્ટર સુરેશ ચંદે 21 એપ્રિલ 1990ને દૂધ વિક્રેતા વિરુદ્ધ કોર્ટમાં ફરિયાદ નોંધાઈ હતી. આ મામલામાં નિર્ણય હવે છેક આવ્યો છે.
અહીં ઉલ્લેખનિય છે કે, ગત મહિને યૂપીના મહારાજગંજ જેવો જ એક મામલો સામે આવ્યો હતો, જ્યાં જિલ્લાની સિવિલ કોર્ટમાં 33 વર્ષ સુધી ચાલેલા કેસમાં દોષિતો વિરુદ્ધ આવેલા નિર્ણયમાં 1 દિવસની સજા સંભળાવી હતી. તેની સાથે જ કોર્ટે 1500 રૂપિયાનો દંડ પણ લગાવ્યો હતો.
જિલ્લામાં ચાલી રહેલા પોલીસ વિભાગના ઓપરેશન શિકંઝા અંતર્ગત પોલીસે પ્રભાવી પૈરવી કરીને આરોપી વિરુદ્ધ સજાની વ્યવસ્થા કરી હતી. આ મામલામાં જિલ્લાના પુરન્દરપુર વિસ્તારનો છે. પોલીસ કાર્યાલયની મીડિયા સેલના મુજબ, પુરન્દરપુર પોલીસે વર્ષ 1989માં દલીલના આધાર પર ત્રણ આરોપી બુદ્ધિરામ પુત્ર ફાગૂ, શીસ મુહમ્મદ પુત્ર મુસ્કીમ અને હમીમુદ્દીન પુત્ર યાસીનની વિરુદ્ધ આઈપીસીની ધારા 382 અને 411 અંતર્ગત કેસ નોંધાવ્યો હતો.
Published by:Pravin Makwana
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર