Home /News /national-international /Gold Smuggling: વિચારી પણ ના શકીય તેવી જગ્યાએ છુપાવ્યું સોનું, એરપોર્ટ પરથી શખ્સ ઝડપાયો
Gold Smuggling: વિચારી પણ ના શકીય તેવી જગ્યાએ છુપાવ્યું સોનું, એરપોર્ટ પરથી શખ્સ ઝડપાયો
તસવીર- ANI
Gold Smuggling: 14 લાખની કિંમતના સોનાની દાણ ચોરી (Gold Smuggling) મેંગુલુરુ એરપોર્ટથી જપ્ત કરાયું છે. આશ્ચર્યની વાત એ છે કે, આ સોનું કોઈ રત્ન કે બિસ્કિટના આકારનું નહોતું. તેના બદલે, તે જીન્સ પર સોનાની પેસ્ટ બનાવીને ચોંટાડવામાં આવ્યું હતું.
કન્નુર: બદલાતા સમયની સાથે દાણચોરીની પદ્ધતિ(Gold Smuggling) પણ બદલાઈ ગઈ છે. તસ્કરો પોલીસને (Police) ચકમો આપવા માટે એક પ્રકારની શોધ કરી રહ્યા છે. કેરળના કન્નૂર એરપોર્ટ (Kannur Airport) પર એક આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છે. સોમવારે અહીં 14 લાખ રૂપિયાનું સોનું (Gold) જપ્ત કરવામાં આવ્યું હતું. આશ્ચર્યની વાત એ છે કે, આ સોનું કોઈ દાગીના કે બિસ્કિટના આકારનું નહોતું. તેના બદલે, તે જીન્સ પર સોનાની પેસ્ટ બનાવીને ચોંટાડવામાં આવી હતી. વાસ્તવમાં તેનો હેતુ એ હતો કે પોલીસના લોકો કાપડ પર ડિઝાઈન જોઈને તેને છોડી દે. પરંતુ આવું ન થયું અને આરોપીને ત્યાં જ પકડી લેવામાં આવ્યો હતો.
ન્યૂઝ એજન્સી ANI એ તેની એક તસવીર શેર કરી છે. તે જોઈ શકાય છે કે, જિન્સમાં બે સ્તરો બનાવવામાં આવ્યા છે. એક લેયર પર ગોલ્ડ પેસ્ટ ચોંટાડવામાં આવી છે, જે ખાસ ડિઝાઇન જેવી લાગે છે. આ પેન્ટ પહેરીને આરોપી બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તે એરપોર્ટ પર જ તેની ધરપકડ કરી લેવામાં આવી છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, તપાસ દરમિયાન તેઓ શંકાસ્પદ લાગતા તે વ્યક્તિના કપડા ઉતારવામાં આવ્યા. તેણે ડબલ લેયર્ડ પેન્ટ પહેર્યું હતું. તેણે ખૂબ જ પાતળી પેસ્ટના કરીને સોનું છુપાવ્યું હતું. એક અધિકારીએ જણાવ્યું કે, "કન્નૂર એરપોર્ટ પર કસ્ટમ્સના એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU) એ સોમવારે સવારે 302 ગ્રામ સોનું જપ્ત કર્યું." તેની કિંમત 14.69 લાખ રૂપિયા છે. આ સોનું જીન્સ પેન્ટમાં પેસ્ટ બનાવીને ચોટાડીને લાવવામાં આવી રહ્યું હતું.
મેંગલુર ઇન્ટરનેશનલ એરપોર્ટ (એમઆઇએ) ખાતે કસ્ટમ અધિકારીઓએ રવિવારે દુબઇથી આવેલા એક મુસાફર પાસેથી 335 ગ્રામ સોનું જપ્ત કર્યું હતું. તેની કિંમત 16,21,400 રૂપિયા આંકવામાં આવી છે. આ સોનું કેરળના કાસરાગોડના રહેવાસી મોહમ્મદ નાવાસ પાસેથી મળી આવ્યું હતું. તેને બે સ્કેટિંગ બોર્ડ સાથે જોડાયેલા સળિયામાં છુપાવીને રાખવામાં આવ્યો હતો. પેસેન્જર શનિવારે દુબઇથી એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટ નંબર IX 384 પર અહીં પહોંચ્યો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર