Home /News /national-international /

મોદીએ એવા માસણને 30 હજાર કરોડ આપ્યા કે જેની પાસે કોઇ 'સ્કીલ' નથી: રાહુલ ગાંધી

મોદીએ એવા માસણને 30 હજાર કરોડ આપ્યા કે જેની પાસે કોઇ 'સ્કીલ' નથી: રાહુલ ગાંધી

ફાઇલ તસવીર

રાહુલ ગાંધીએ કહ્યું કે, મોદી સરકારે રફાલ ડિલ મામલે 30 હજાર કરોડ એવા માણસના હાથમાં આપ્યા કે, તેની પાસે કોઇ આવડત જ નથી.

    કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ રફાલ ડિલ મામલે કેન્દ્રની મોદી સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, સરકારની મહાત્વાકાંક્ષી યોજના સ્કીલ ઇન્ડિયા  હવે 'કિલ ઇન્ડિયા' બની ગઇ છે.

    રાહુલ ગાંધીએ કહ્યું કે, મોદી સરકારે રફાલ ડિલ મામલે 30 હજાર કરોડ એવા માણસના હાથમાં આપ્યા કે, તેની પાસે કોઇ આવડત જ નથી. આ પૈસા હિંદુસ્તાન એરોનોટિક્સ લિ. પાસેથી ચોરીને આવડત ન હોય એવા માણસને આ પૈસા આપ્યા છે. રફાલ ડિલમાં જે વ્યક્તિ પાસે એરક્રાફ્ટ બનાવવાનો અનુભવ નથી તેને આ 30 હજાર કરોડ આપ્યા છે.

    રાહુલ ગાંધીએ એવો પણ આરોપ લગાવ્યો કે. હાલમાં આ દેશમાં શિક્ષિત બેરોજરાગી છેલ્લા 20 વર્ષમાં સૌથી વધારે છે. રાહુલ ગાંધી છેલ્લા ઘણા દિવસોથી રફાલ ડિલ મામલે નરેન્દ્ર મોદી સરકારને ઘેરી રહી છે. તેમણે કહ્યું કે, વડા પ્રધાન કિલ ઇન્ડિયા પ્રોગ્રામ ચલાવી રહ્યા છે.

    કોંગ્રેસ પ્રમુખે ટ્વીટ કરીને લખ્યું કે, એક તરફ લાખો શિક્ષિત બેરોજગારો છે અને નોકરીની રાહ જુએ છે અને બીજી તરફ મોદી સરકારે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિ પાસેથી 30 હજાર કરોડ રૂપિયા ચોરીને જેને એરક્રાફ્ટ બનાવવાનો અનુભવ નથી તેવા માણસને આપી દીધા છે. તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે, છેલ્લા 20 વર્ષમાં સૌથી વધારે બેરોજગારી અત્યારે પ્રવર્તે છે. તેમણે એવો પણ દાવો કર્યો છે કે, રફાલ ડિલ મામલે વધુ વિગતો હવે બહાર આવશે.

    આ પણ વાંચો

    PMએ અનિલ અંબાણી સાથે મળીને સેના પર કરી ‘સર્જિકલ સ્ટ્રાઇક’: રાહુલ ગાંધી

    મોદી માલ્યાના દાવાની સ્વતંત્ર તપાસ કરાવે: રાહુલ ગાંધી
    Published by:Vijaysinh Parmar
    First published:

    Tags: Rafale deal, કોંગ્રેસ, મોદી, રાહુલ ગાંધી

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन