કાબુલ. અફઘાનિસ્તાન (Afghanistan)માં કાબુલ એરપોર્ટ (Kabul Airport) પર પંજશીર ઘાટી (Panjshir Valley)ને બાદ કરતાં તમામ વિસ્તારમાં તાલિબાન (Taliban)નો કબજો છે. હવે તાલિબાન પંજશીર પર મોટો હુમલો કરવાની તૈયારીમાં છે. તાલિબાના ફાઇટરો ભારે હથિયારો સાથે પંજશીર પર હુમલો કરવા પહોંચી ગયા છે. તાલિબાને ચેતવણી આપી છે કે જો શાંતિપૂર્ણ રીતે અહમદ મસૂદ (Ahmad Massoud)ની સેનાએ સરેન્ડર નહીં કરે તો તેમની પર હુમલો કરવામાં આવશે. જોકે, અહમદ મસૂદે સરેન્ડર કરવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો છે અને યુદ્ધ માટે પડકાર ફેંક્યો છે. આ દરમિયાન Tolo Newsએ સૂત્રોના હવાલાથી દાવો કર્યો છે કે પંજશીરના ફાઇટરોએ તાલિબાન પર રસ્તામાં ઘાત લગાવીને હુમલો કર્યો. આ હુમલામાં તાલિબાનના 300 ફાઇટરોને મોતને ઘાટ ઉતારી દીધા છે.
તાલિબાને અફઘાનિસ્તાનના 33 પ્રાંતો પર કબજો કરી દીધો છે. માત્ર એક પંજશીર પ્રાંત જ એવો છે જ્યાં તાલિબાનની સત્તા નથી. પંજશીરની નજીક આવેલા બગલાન પ્રાંતના અંદરાલ જિલ્લામાં ગત મોડી રાત્રે મોટી સંખ્યામાં તાલિબાની ફાઇટરોએ હુમલો કર્યો હતો. અહીં અનેક લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. હુમલાને જોતાં બગલાનના દેહ-એ-સલાહ જિલ્લામાં વિદ્રોહી ફાઇટરોને એકત્ર કરવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે.
મૂળે, પંજશીરમાં અહમદ શાહ મસૂદના દીકરા અહમદ મસૂદ (Ahmad Massoud) અને પોતાને અફઘાનિસ્તાન (Afghanistan)ના કેરટેકર રાષ્ટ્રપ્રમુખ જાહેર કરી ચૂકેલા અમરૂલ્લાહ સાલેહ (Amrullah Saleh) તાલિબાન (Taliban)ને જોરદાર ટક્કર આપી રહ્યા છે. એકમાત્ર પ્રાંત પંજશીર જ છે જ્યાં તાલિબાનની વિરુદ્ધ નવું નેતૃત્વ ઊભું થઈ રહ્યું છે, જેઓ તાલિબાનની સત્તાને સ્વીકારવાનો ઇન્કાર કરી રહ્યા છે.
હમદ મસૂદના પિતા અહમદ શાહ મસૂદ પણ તાલિબાન સામે હંમેશા લડતા રહ્યા. તેમણે તો અફઘાનિસ્તાનથી સોવિયત સંઘને પણ બહાર કરવામાં અગત્યની ભૂમિકા નિભાવી હતી. અહમદ શાહ મસૂદની હત્યા વર્ષ 2001માં તાલિબાન અને અલ-કાયદાના ફાઇટરોએ કરી હતી.
પંજશીરના લોકોનું કહેવું છે કે તેઓ તાલિબાની તાકાતોની વિરુદ્ધ મુકાબલો કરશે. અહીંના લોકોને તાલિબાનનો ડર નથી. નોંધનીય છે કે, પંજશીર ઘાટીની વસ્તી માત્ર 2 લાખ છે. કાબુલના ઉત્તરમાં આ વિસ્તાર માત્ર 150 કિલોમીટર દૂર છે.
70 અને 80ના દશકમાં એક સમય એવો આવ્યો જ્યારે તાલિબાને પંજશીર ઘાટીને જીતવા માટે તમામ જોર લગાવી દીધું હતું. તેમ છતાં તેમને પંજશીરમાં સફળતા ન મળી. આ દરમિયાન જ્યારે સોવિયત સૈનિકોએ અફઘાનિસ્તાન પર હુમલો કર્યો ત્યારે પણ પંજશીરના ફાઇટરોએ તેમને પછાડી દીધા. તાજિક સમુદાયના રહેવાસી લોકો ચંગેજ ખાનના વંશજ છે. આ સમુદાય સતત તાલિબાનીઓ માટે પડકાર ઊભો કરતો રહ્યો છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર