બાલાકોટ એર સ્ટ્રાઇકમાં માર્યા ગયા હતા 300 આતંકી, પાકિસ્તાનના પૂર્વ ડિપ્લોમેટે કર્યો ખુલાસો

બાલાકોટ એર સ્ટ્રાઇકમાં માર્યા ગયા હતા 300 આતંકી, પાકિસ્તાનના પૂર્વ ડિપ્લોમેટે કર્યો ખુલાસો
બાલાકોટ એર સ્ટ્રાઇકમાં માર્યા ગયા હતા 300 આતંકી, પાકિસ્તાનના પૂર્વ ડિપ્લોમેટે કર્યો ખુલાસો (તસવીર - રોયટર્સ)

પાકિસ્તાનના પૂર્વ ડિપ્લોમેટ આગા હિલાલી પાકિસ્તાની ઉર્દુ ચેનલ પર ચર્ચા દરમિયાન બોલી રહ્યા હતા

  • Share this:
    ઇસ્લામાબાદ : જમ્મુ કાશ્મીરના (Jammu kashmir) પુલવામાં (pulwama attack) થયેલા આતંકીવાદી હુમલાના જવાબમાં ભારતીય સેના દ્વારા 26 ફેબ્રુઆરીએ નિયંત્રણ રેખા પાર કરીને પાકિસ્તાનના બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદના આતંકી અડ્ડોને નિશાન બનાવી એર સ્ટ્રાઇક (Balakot airstrike)કરી હતી. આ મુદ્દે હવે મોટો ખુલાસો થયો છે. ન્યૂઝ એજન્સી ANIના મતે પાકિસ્તાનના પૂર્વ ડિપ્લોમેટ આગા હિલાલીએ એક ટીવી શો માં સ્વીકાર કર્યો છે કે બાલાકોટમાં થયેલી એર સ્ટ્રાઇકમાં લગભગ 300 આતંકી માર્યા ગયા હતા.

    પાકિસ્તાનના પૂર્વ ડિપ્લોમેટ આગા હિલાલીએ આ વિશે કહ્યું કે ભારતે આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરીને યુદ્ધ જેવું કામ કર્યું હતું. જેમાં ઓછામાં ઓછા 300 આતંકી માર્યા ગયા હતા. આપણો લક્ષ્ય તેમનાથી અલગ હતો. આપણે તેમના મોટા અધિકારીઓને નિશાન બનાવ્યા. આપણા દ્વારા ઉઠાવેલા પગલાં પુરી રીતે કાયદેસર હતા કારણ કે તે સેનાના માણસ હતા. આપણે તે સમયે કહ્યું હતું કે આ કાર્યવાહીમાં કોઈ નુકસાન થયું નથી. હવે આપણે તેમને કહ્યું કે તે જે પણ કરશે અમે તેનો ફક્ત જવાબ આપીશું.



    આ પણ વાંચો - 16 જાન્યુઆરીથી કોરોના વેક્સીન લગાવવામાં આવશે, પહેલા 3 કરોડમાં હેલ્થ વર્કરને પ્રાથમિકતા

    હિલાલી પાકિસ્તાની ઉર્દુ ચેનલ પર ચર્ચા દરમિયાન બોલી રહ્યા હતા. પૂર્વ ડિપ્લોમેટનો આ ખુલાસો પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝના નેતા અયાઝ સાદિકની ટિપ્પણી પછી થયો છે.

    ભારત દ્વારા કરવામાં આવેલી એર સ્ટ્રાઇકને પાકિસ્તાનની ઇમરાન ખાન સરકાર હંમેશા નકારતી હતી. જોકે હવે તેમની પોલ ખુલ્લી પડી ગઈ છે.
    Published by:Ashish Goyal
    First published:January 09, 2021, 23:03 pm

    ટૉપ ન્યૂઝ