આસામ NRC: 30 લાખ લોકોએ કર્યો નાગરિક્તાનો દાવો, 10 લાખ બાકી રહ્યા

મીર સોહેલ દ્વારા બનાવવામાં આવેલું ક્રિએટિવ

સુપ્રીમ કોર્ટે દાવા અને વાંધા દાખલ કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર નક્કી કરી હતી

 • Share this:
  (પ્રાંજલ બરુઆ)

  આસામમાં રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર ડ્રાફ્ટ (NRC)ના સંબંધમાં સોમવાર સુધી 30 લાખ લોકોએ જ દાવો દાખલ કર્યો છે. જ્યારે કુલ 40 લાખ લોકોના નામ NRC ડ્રાફ્ટમાં નહોતા. દાવા અને વાંધા દાખલ કરવાની પ્રક્રિયા 25 સપ્ટેમ્બરથી શરૂ થઈ હતી. આ પ્રક્રિયા પર નજર રાખી રહેલી સુપ્રીમ કોર્ટે દાવા અને વાંધા દાખલ કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર નક્કી કરી હતી.

  ગેરકાયદે પ્રવાસીઓની ઓળખ માટે આસામમાં 1985થી લાગુ સમજૂતી અનુસાર, 24 માર્ચ 1971ની અડધી રાત સુધી આસામમાં પ્રવેશ કરનારા લોકો અને તેમની નવી પેઢીને ભારતીય નાગરિક માનવામાં આવશે. 31 ડિસેમ્બર 2017ની અડધી રાતે NRCનો પહેલો આંશિક ડ્રાફ્ટ 1.9 કરોડ નામોની સાથે પ્રકાશિત થયો હતો. ત્યારબાદ અંતિમ ડ્રાફ્ટમાં 3.29 કરોડ આવેદકોમાંથી 2.89 કરોડના નામ હતા.

  આ પહેલા લોકસભામાં સોમવારે ભાજપ સાંસદ નિશિકાંત દુબેએ ઝારખંડમાં બાંગ્લાદેશી ઘૂસણખોરો અને સાઇબર અપરાધનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેઓએ કહ્યું કે આસામની જેમ ઝારખંડમાં પણ એનઆરસી લાગુ કરવું જોઈએ. જેથી ગેરકાયેદેસર રીતે રહેતા વિદેશી નાગરિકોને અલગ તારવી પરત મોકલી શકાય.

  આ પણ વાંચો, NRCની અંતિમ યાદીમાં ન આવનારા લોકો નહીં આપી શકે વોટ: રામ માધવ

  દુબેએ શૂન્યકાળ દરમિયાન આ મુદ્દો ઉઠાવ્યો અને કહ્યું કે બાંગ્લાદેશી ઘૂસણખોરોનો મુદ્દો છેલ્લા 20થી 25 વર્ષોથી ઉઠાવવામાં આવી રહ્યો છે. પરંતુ કંઈક મજબૂત પગલા નથી લેવામાં આવ્યા. ઝારખંડના ગોડ્ડાથી લોકસભા સભ્યએ જણાવ્યું કે ઝારખંડન કેટલાક વિસ્તાર સાઇબર ક્રાઇમના કેન્દ્ર બની ગયા છે અને દેશમાં જ્યાં પણ સાઇબર ક્રાઇમની ઘટનાઓ બને છે, તેની લીંક ત્યાંથી જ જોડાય છે.
  Published by:Mrunal Bhojak
  First published: