લ્યો બોલો: આંધ્રપ્રદેશના CM કરતા તેમના 3 વર્ષનાં પૌત્ર પાસે છ ગણી વધારે સંપત્તિ!

News18 Gujarati
Updated: November 22, 2018, 1:20 PM IST
લ્યો બોલો: આંધ્રપ્રદેશના CM કરતા તેમના 3 વર્ષનાં પૌત્ર પાસે છ ગણી વધારે સંપત્તિ!
Chandrababu Naidu with Grandson

દેવાંશની સંપત્તિમાં એક વર્ષમાં 7 કરોડ રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. હાલમાં ત્રણ વર્ષનાં દેવાંશનાં નામે 18.71 કરોડ રૂપિયાની સંપત્તિ છે.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતીઃ આંધ્રપ્રદેશનાં મુખ્યમંત્રી એન. ચંન્દ્રાબાબુ નાયડુ પાસે 2.99 કરોડની સંપત્તિ છે. પણ ત્રણ વર્ષનાં પૌત્ર નારા દેવાંશ પાસે નાયડુ કરતા છ ગણી સંપત્તિ વધારે છે. એટલે કે, મુખ્યમંત્રીનાં ત્રણ વર્ષનાં પૌત્ર પાસે 18.71 કરોડની સંપત્તિ છે.

ચંન્દ્રબાબુ નાયડુનાં દrકરા અને રાજ્યનાં માહિતી મંત્રી નારા લોકેશે તેમની સંપત્તિ એક પત્રકાર પરિષદમાં જાહેર કરી હતી. ચંન્દ્બાબાબુ નાયડુનાં દિકરા લોકેશની સંપત્તિ એક વર્ષમાં વધીને 15.21 કરોડથી વધીરને 21.40 કરોડ પહોંચી ગઇ હતી.

આંધ્રપ્રદેશનાં મુખ્યમંત્રીની સંપત્તિમાં એક વર્ષમાં 46 લાખ રૂપિયાનો વધારો થયો હતો અને તેમનું દેવુ 5.62 કરોડથી ઘટીને 5.31 કરોડ થયું હતું. તેમણે હાઉસીંગ લોન લીધેલી છે. તેમને ખરીદેલા ઘરની કિંમત હાલમાં 8.96 કરોડની થાય છે. આ ઘરની કિંમત ગયા વર્ષે 7.75 કરોડની હતી.

એટલું જ નહીં, નાયડુનાં પત્ની ભુવનેશ્વરી તેમના પરિવારમાં સૌથી વધારે સંપત્તિ ધરાવતી વ્યક્તિ છે. તેમની પાસે 31.01 કરોડ રૂપિયાની સંપત્તિ છે.

તેમની દેવું 20.90 કરોડથી વધીને 22.35 કરોડ રૂપિયા પહોંચ્યુ છે. લોકેશનાં પત્નિ બ્રાહ્મનીની સંપિતમાં ઘટાડો નોંધાયો છે. તેમની સંપત્તિ 15.01 કરોડ રૂપિયાથી ઘટીને 7.72 કરોડ રૂપિયા સુંધી પહોંચી છે.

જોકે, તેના દીકરા દેવાંશની સંપત્તિ જબરદસ્ત વધારો જોવા મળ્યો છે. દેવાંશની સંપત્તિમાં એક વર્ષમાં 7 કરોડ રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. હાલમાં ત્રણ વર્ષનાં દેવાંશનાં નામે 18.71 કરોડ રૂપિયાની સંપત્તિ છે.તેલુગુ દેશમ પાર્ટીનાં જનરલ સેક્રેટરી અને ચન્દ્રાબાબુ નાયડુનાં દિકરા લોકેશે મીડિયાને જણાવ્યું કે, છેલ્લા આઠ વર્ષથી સતત અમે અમારા પરિવારનાં સભ્યોની સંપત્તિ જાહેર કરીએ છીએ. અમારા પર કેટલું દેવુ છે એ પણ જાહેર કરીએ છીએ.”
First published: November 22, 2018, 1:19 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading