ખેડૂતે પાણી માટે ખોદેલા 120 ફૂટ ઉંડા બોરવેલમાં ઘરનો 'ચિરાગ' ખાબક્યો, રેસ્ક્યૂ ઑપરેશન શરૂ

News18 Gujarati
Updated: May 28, 2020, 1:28 AM IST
ખેડૂતે પાણી માટે ખોદેલા 120 ફૂટ ઉંડા બોરવેલમાં ઘરનો 'ચિરાગ' ખાબક્યો, રેસ્ક્યૂ ઑપરેશન શરૂ
બાળકના પિતા અને માતાની તસવીર

આજે સવારથી પાણી માટે ખોદવામાં આવેલા બોરવેલમાંથી પાણી ન નીકળતા તેને ખૂલ્લો રાખી દેવામાં આવ્યો હતો.

  • Share this:
બાલાક્રિષ્ના એમ, હૈદરાબાદ: તેલંગાણાના મેડક જિલ્લામાં એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની છે. બુધવારે પોધનચલ્લી ગામે 3 વર્ષીય બાળક સાઇ વર્ધન ત્યજી દેવાયેલા 120 ફૂટ બોરવેલમાં લપસી ગયો હતો.

બોરવેલને ખેતીમાં પાણીની જરૂરિયાત માટે બુધવારે 120 ફૂટ સુધી ઉંડો ખોદવામાં આવ્યો હતો. પરંતુ ખેડૂત ગોવર્ધને પાણી ન મળતા તેના આસપાસનો વિસ્તાર સુરક્ષિત કર્યા વિના બોરવેલને છોડી દીધો હતો. ગોવર્ધન તે 3 વર્ષના છોકરાનો પિતા છે જે બોરવેલમાં લપસી ગયો છે.

સાંઇ વર્ધન તેના માતાપિતા સાથે થોડા દિવસ પહેલા લોકડાઉન રજા હોવાને કારણે તેની દાદીના ઘરે આવ્યો હતો. દુર્ભાગ્યે, તે બોરવેલની બાજુમાં રમી રહ્યો હતો ત્યારે તે બોરવેલમાં પડી ગયો હતો.

આ પણ વાંચો :  સુરત : બાબુએ દારા સાથે હાથ મીલાવી લેતા સલીમે આફ્રિકાથી Video call કરી Lockdownમાં Murder કરાવ્યું

સાઇવર્ધનની માતા નવનીથાએ ન્યૂઝ 18ને જણાવ્યું કે 'અમે આજે સવારે બોરવેલ ખોદવા માટે આવ્યા હતા. પરંતુ પાણી ન નીકળતા અમે એને એમ જ ખૂલ્લો રાખી દીધો હતો. અમે ખેતરમાં કામ કરી રહ્યા હતા ત્યારે અમારી નજરની બહાર સાઈ તેમાં લપસી ગયો હતો.

આ મામલે એસપી ચંદા દિપ્તીએ ન્યૂઝ 18ને જણાવ્યું હતું કે બે જેસીબી કાર્યરત છે અને વિશેષ બચાવ ટીમો હૈદરાબાદથી રસ્તે આવી રહી છે. અમને જોવા મળ્યું કે બોરવેલની ઉંડાઈ 120 ફુટ છે. અમે બોરવેલમાં ઓક્સિજન મોકલી રહ્યા છીએ, અને અમે બોરવેલમાં કેમેરો મોકલીને બાળકની ગતિવિધિઓ પર નજર રાખીશું.આ પણ વાંચો :  રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત : 24 કલાકમાં 376 નવા પોઝિટિવ કેસ, 23નાં મોત, કુલ કેસ 15,000ને પાર

નાઇટ વિઝન કેમેરા મોકલવામાં આવ્યા

બાળકીને હિલચાલ પર નજર રાખવા માટે નાઇટ વિઝન કેમેરા સાથે રેસ્ક્યૂ ટીમ આવી પહોંચી છે. બૉરવેલની નજીકમાં બે જેસીબી દ્વારા ખોદકામ સરૂ કરી દેવામાં આવ્યું છે. જિલ્લા કલેક્ટર ધર્મના રેડ્ડી સ્થિતિ પર બાજ નજર નાંખીને બેઠા છે તેઓ સ્પોટ પર હાજર છે. રેસ્ક્યૂ ઑપરેશન વહેલી સવાર સુધી ચાલે તેવી આશંકા છે.
First published: May 27, 2020, 10:26 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading