જમ્મુ-કાશ્મીરઃ શોપિયાં એન્કાઉન્ટરમાં ત્રણ આતંકવાદી ઠાર મરાયા

પ્રતીકાત્મક તસવીર

છેલ્લા 10 દિવસમાં ભારતીય સુરક્ષા દળોએ 23 આતંકવાદીઓને ઢાળી દીધા

 • Share this:
  શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીર (Jammu-Kashmir)ના શાપિયાં (Shopian Encounter)માં મંગળવારની સવારે ભારતીય સુરક્ષા દળો (Security Forces) અને આતંકવાદી (Terrorist)ઓ વચ્ચે થયેલા એન્કાઉન્ટરમાં ત્રણ આતંકવાદીઓ ઠાર મરાયા છે. સુરક્ષા દળોએ હજુ પણ વિસ્તારને ઘેરીને રાખ્યો છે અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. સુરક્ષા દળો મુજબ વધુ આતંકવાદી વિસ્તારમાં છુપાયા હોઈ શકે છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 10 દિવસમાં સુરક્ષા દળોએ 23 આતંકવાદીઓને ઠાર માર્યા છે.

  મળતી જાણકારી મુજબ, ભારતીય સુરક્ષા દળોને ઇન્ટેલિજન્સ જાણકારી મળી હતી કે શોપિયાંના તુર્કવાંગમ ગામમાં કેટલાક આતંકવાદી છુપાયા છે અને કોઈ મોટા કાવતરાને અંજામ આપવાની યોજના બનાવી રહ્યા છે. ઇન્ટેલિજન્સ જાણકારીના આધારે ભારતીય સુરક્ષાદળોએ સ્થાનિક પોલીસ અને CRPFની સાથે મળી એક સંયુક્ત ટીમ તૈયાર કરી અને સમગ્ર ગામને ઘેરવાનું શરૂ કરી દીધું. વિસ્તારમાં જ્યારે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું તો પોતાને ઘેરાતા જોઈ આતંકવાદીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું.

  ફાયરિંગનો અવાજ સાંભળતા જ ભારતીય સુરક્ષા દળોએ પણ ફાયરિંગ શરૂ કરી દીધું. બંને તરફથી ઘણી વાર સુધી ફાયરિંગ થયું જેમાં ત્રણ આતંકવાદીના મોત થયા. હાલ ફાયરિંગ બંધ થઈ ગયું છે. ભારતીય સુરક્ષા દળોએ હજુ પણ વિસ્તારને ઘેરી રાખ્યો છે.

  આ પણ વાંચો, 70 વર્ષમાં માત્ર 47,000 વેન્ટિલેટર્સ, PM Cares Fundની મદદથી દેશને એક જ ઝાટકે મળશે 50,000 વેન્ટિલટર્સ

  આ વર્ષે 109 આતંકવાદીઓને ઢાળી દીધા

  જમ્મુ-કાશ્મીરમાં આ વર્ષે આતંકવાદીઓ સામે ખૂબ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. લૉકડાઉનના 80 દિવસમાં જ જમ્મુ-કાશ્મીરમાં 72 આતંકવાદીઓને ઢાળી દેવામાં આવ્યા છે. બીજી તરફ સમગ્ર વર્ષની વાત કરીએ તો સુરક્ષા દળોએ અત્યાર સુધીમાં 109 આતંકવાદીઓને ઠાર માર્યા છે. ભારતીય સુરક્ષા દળોએ દક્ષિણ કાશ્મીરમાં વધુ 125 આતંકવાદીઓને ઢાળી દેવાની યોજના તૈયાર કરી છે. આ આતંકવાદીઓમાં 25 વિદેશી પણ સામેલ છે.

  આ પણ વાંચો, સુશાંતસિંહ રાજપૂતનું કયું રહસ્ય જાણતા હતા શેખર કપૂર? કર્યો આ મોટો ખુલાસો
  Published by:Mrunal Bhojak
  First published: