સેનાએ પુલવામામાં હિઝ્બુલ કમાન્ડર સહિત ત્રણ આતંકી ઠાર કર્યા

પ્રતિકાત્મક તસવીર

સુરક્ષાદળોએ વિસ્તારને ઘેરી સર્ચ ઑપરેશન કર્યુ હતું જેમાં અચાનક આતંકવાદીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું.

 • Share this:
  ન્યૂઝ 18 ગુજરાતી : દક્ષિણ કાશ્મીરના પુલવામામાં પંજગામ સેક્ટરમાં આતંકવાદી અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ થઈ હતી. આ દરમિયાન સુરક્ષાદળોએ ત્રણ આતંકવાદીને ઠાર માર્ય છે. આ દરમિયાન એક પણ જવાન ઇજાગ્રસ્ત થયો હોવાના અહેવાલ નથી. પ્રાપ્ત જાણકારી મુજબ સુરક્ષાદળોને સૂચના મળી હતી કે દક્ષિણ કાશ્મીરના પુલવામામાં પંજગામ સેક્ટરમાં કેટલાક આતંકવાદી છુપાયેલા છે,. સેનાએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી સર્ચ ઑપરેશન શરૂકર્યુ હતું. સુરક્ષાદળોનો જોતા જ આતંકવાદીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું.

  ઉલ્લેખનીય છે કે પુલવામા અને શોપિયાન સેક્ટરમાં ગુરૂવારે આતંકવાદી અને સુરક્ષાદળોની અથડામણમાં 6 આતંકવાદી ઠાર થયા હતા. પુલવામામાં જૈશ-એ-મોહમ્મદના ત્રણ આતંકવાદી નસીર પંજિત, ઉમર મીન, અને ખાલિદ માર્યા ગયા છે.

  પ્રાપ્ત અહેવાલો મુજબ ખાલિદ જૈશ-એ- મોહમ્મદનો કમાન્ડર હતો અને પાકિસ્તાની નાગરિક હતો. આવી રીતે સોપિયાનમાં પણ સેનાએત્રણ આતંકીઓને ઠાર કર્યા છે. અથડામણની જગ્યાએથી મોટી માત્રામાં દારૂગોળો જપ્ત કરવામાં આવ્યો છે. આતંકીઓેના અડ્ડા પરથી વાંધાજનક સામગ્રીઓ પણ મળી આવી છે. અથડામણ દરમિયાન સેના સ્થાનિકોને બહાર કાઢી રહી હતી ત્યારે જ આતંકવાદીઓએ હુમલો કરી દીધો હતો. ગુરૂવારે થયેલી અથડામણમાં હરિયાણાના જવાન સંદિપ શહીદ થયા હતા.

  આજે થયેલી અથડામણ પુલવામામાં થઈ હતી જેમાં સેનાએ હિઝબુલના કમાન્ડર સહીત ત્રણ આતંકવાદીને ઠાર કર્યા છે. આ ઘટનામાં કોઈ શહીદ થયાના અહેવાલ નથી.
  Published by:Jay Mishra
  First published: