જેએનયૂ હિંસામા સામેલ ત્રણ કથિત ABVP કાર્યકર્તા ફરાર, બુધવારે વિશ્વવિદ્યાલય જશે ફોરેન્સિક ટીમ

News18 Gujarati
Updated: January 14, 2020, 10:44 PM IST
જેએનયૂ હિંસામા સામેલ ત્રણ કથિત ABVP કાર્યકર્તા ફરાર, બુધવારે વિશ્વવિદ્યાલય જશે ફોરેન્સિક ટીમ
દિલ્હી પોલીસની સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમે JNUમાં છાત્રો અને શિક્ષકો સાથે થયેલી હિંસાના એક વીડિયોમાં જોવા મળેલ માસ્ક પહેરેલ યુવતીની ઓળખ કરી લીધી

દિલ્હી પોલીસની સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમે JNUમાં છાત્રો અને શિક્ષકો સાથે થયેલી હિંસાના એક વીડિયોમાં જોવા મળેલ માસ્ક પહેરેલ યુવતીની ઓળખ કરી લીધી

  • Share this:
નવી દિલ્હી : દિલ્હી પોલીસની સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમે જેએનયૂ (JNU)માં છાત્રો અને શિક્ષકો સાથે થયેલી હિંસાના એક વીડિયોમાં જોવા મળેલ માસ્ક પહેરેલ અને હાથમાં સ્ટિક પકડેલ યુવતીની ઓળખ કરી લીધી છે. વીડિયોમાં જે મહિલા ચેક શર્ટ પહેરેલ અને વાદળી સ્કાર્ફથી પોતાનું મો છુપાવેલી જોવા મળે છે. તે દિલ્હી યુનિવર્સિટીની છાત્રા છે. જોકે પોલીસનું કહેવું છે કે હજુ સુધી તેનું નામ સામે આવ્યું નથી.

બીજી તરફ ન્યૂઝ એજન્સી એએનઆઈએ દિલ્હી પોલીસના હવાલાથી જાણકારી આપી છે કે જેએનયૂ હિંસા મામલામાં(JNU Violence Case)સામેલ કથિત રીતે એબીવીપી (ABVP)સાથે જોડાયેલ 3 સંદિગ્ધ કોમલ શર્મા, રોહિત શાહ અને અક્ષત અવસ્થી હાલ ફરાર છે. ફોરેન્સિક ટીમનો આખો દિવસ સર્વરથી સીસીટીવી ફુટેજ મેળવવવામાં પસાર થયો હતો. એફએસએલ ટીમ બુધવારે ફરીથી જશે.

આ પણ વાંચો - દવિંદર સિંહ પર J&K પોલીસની સ્પષ્ટતા, ગૃહ મંત્રાલય તરફથી નથી મળ્યો કોઇ મેડલ

યુવતીને નોટિસ જાહેર કરવામાં આવશે
જેએનયૂની સાબરમતી હોસ્ટેલની અંદર બે અન્ય યુવકો સાથે બુકાનીધારી મહિલા એક સ્ટિક સાથે ધમકી આપતા જોવા મળી હતી. હિંસા પછી તેની તસવીર વામપંથી સંગઠનોએ ઘણી શેર કરી હતી. જેના પછી ઘણા લોકોએ તેની ઓળખાણ એબીવીપીના સભ્યના રુપમાં કરી હતી. સમાચાર એજન્સી એએનઆઈના મતે મહિલાને જલ્દી જેએનયૂ હિંસામાં દિલ્હી પોલીસની તપાસમાં સામેલ થવા માટે નોટિસ આપવામાં આવશે.

શુક્રવારે ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી અને એસઆઈટીના ઇન્ચાર્જ જોય તિર્કેએ હિંસામાં સામેલ 8 સંદિગ્ધોના નામનો ખુલાસો કર્યો હતો. આઠમાંથી છ લેફ્ટ સંગઠનનો છાત્ર હતા જ્યારે બે એબીવીપીના છાત્ર બતાવવામાં આવી રહ્યા છે. જોકે પોલીસે આ વાતનો ખુલાસો કર્યો ન હતો.
First published: January 14, 2020, 10:44 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading