J&K: ભારે બરફવર્ષા બાદ હિમસ્ખલનમાં 3 જવાન શહીદ, 5 લોકોનાં પણ મોત

News18 Gujarati
Updated: January 14, 2020, 2:04 PM IST

હિમસ્ખલનના કારણે એક જવાન ગુમ, સતત થઈ રહેલી બરફવર્ષાના કારણે રેસ્ક્યૂ ઓપરેશનમાં મુશ્‍કેલી

  • Share this:
શ્રીનગર : જમ્મુ-કાશ્મીર (Jammu-Kashmir)માં સતત થઈ રહેલી બરફવર્ષા હવે જીવલેણ પુરવાર થઈ રહી છે. અહીં હિમસ્ખલન (Avalanche)ના કારણે 3 જવાન શહીદ (Martyr) થયા છે. એક જવાન ગુમ થયો હોવાનું કહેવાય છે. સોનમર્ગમાં હિમસ્ખલનથી 5 લોકોનાં મોત થવાના પણ અહેવાલ છે. ભારતીય સેના (Indian Army)ના સૂત્રો મુજબ, છેલ્લા 48 કલાકમાં ભારે બરફવર્ષાને કારણે ઉત્તર કાશ્મીરમાં અનેક સ્થળે હિમસ્ખલનની ઘટનાઓ સામે આવી છે.

હિમસ્ખલનમાં 3 જવાનો શહીદ થયા છે જ્યારે એક હજુ પણ ગુમ હોવાનું કહેવાય છે. હિમસ્ખલનમાં ફસાયેલા જવાનોને બચાવવામાં આવ્યા છે. આ ઉપરાંત મધ્ય કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં સોનમર્ગના ગગ્ગેનેર ક્ષેત્રની પાસે કુલાન ગામમાં હિમસ્ખલનની ઝપટમાં આવવાથી 5 લોકોનાં મોત થયા અને અનેક ઘર ક્ષતિગ્રસ્ત થઈ ગયા છે. હિમસ્ખલન બાદ ભારતીય સેનાએ આ વિસ્તારમાં બચાવ અભિયાન શરૂ કરી દીધું છે. સમગ્ર વિસ્તાર શ્રીનગરથી માર્ગ વાહન-વ્યવહારથી કપાઈ ચૂક્યો છે. આ જ કારણ છે કે બચાવ ટીમને ત્યાં પગપાળા જ પહોંચવું પડ્યું છે.

48 કલાકમાં અનેક સ્થળે હિમસ્ખલન

સેનાના સૂત્રો મુજબ, છેલ્લા 48 કલાકમાં થયેલી ભારે બરફવર્ષાના કારણે ઉત્તર કાશ્મીરમાં અનેક સ્થળે હિમસ્ખલનની ઘટનાઓ સામે આવી છે. તેમાં 3 સૈનિકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. એક હજુ ગુમ છે. સેનાના સૂત્રો મુજબ, હિમસ્ખલનમાં ફસાયેલા જવાનોને બચાવવામાં પણ આવ્યા છે.

હિમસ્ખલનના કારણે 5 લોકોનાં મોત

આ ઉપરાંત, મધ્ય કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં સોનમર્ગના ગગ્ગેનેર વિસ્તારની પાસે કુલના ગામમાં હિમસ્ખલનની ઝપટમાં આવવાથી 5 લોકોનાં મોત થયા છે અને અનેક ઘર ક્ષતિગ્રસ્ત થઈ ગયા છે. જોકે, સેનાએ આ વિસ્તારમાં પણ પોતાનું બચાવ અભિયાન શરૂ કરી દીધું છે.

આ પણ વાંચો, આર્મી બૅઝ પાસે આલીશાન ઘર બનાવી રહ્યો હતો આતંકવાદીઓ સાથે પકડાયેલો DSP દવિન્દર સિંહ
First published: January 14, 2020, 12:30 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading